કોલોરાડો (અમેરિકા): ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ની ચંદ્રયાન-3 મિશન ટીમને સ્પેસ એક્સપ્લોરેશન માટે 2024નો જ્હોન એલ "જેક" સ્વિગર્ટ જુનિયર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ યુએસ સ્થિત સ્પેસ ફાઉન્ડેશનનો અગ્રીમ એવોર્ડ છે. આ એવોર્ડ ભારતીય અવકાશ એજન્સીને અવકાશ સંશોધનના યોગદાનને બીરદાવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 મિશન દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતને સફળ લેન્ડિંગ કરવામાં સફળતા મળી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો.
ડીસી મંજૂનાથને એવોર્ડઃ 8 એપ્રિલના રોજ કોલોરાડોમાં સ્પેસ ફાઉન્ડેશનના સ્પેસ સિમ્પોસિયમના વાર્ષિક ઉદ્ઘાટન સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યૂલેટ જનરલ ડીસી મંજુનાથને ઈસરોની ચંદ્રયાન ટીમ વતી એવોર્ડ મળ્યો હતો. જ્હોન એલ. "જેક" સ્વિગર્ટ જુનિયર એવોર્ડના તાજેતરના વિજેતાઓમાં NASA અને યુનિવર્સિટી ઓફ એરિઝોના OSIRIS-REx ટીમ, NASA JPL Mars Ingenuity Helicopter અને InSight-Mars Cube One, NASA Dawn અને Cassini ટીમોનો સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3 મિશન ટીમની પસંદગીઃ જાન્યુઆરીની શરૂઆતમાં યુએસ સ્થિત સ્પેસ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે સ્પેસ એક્સપ્લોરેશન માટે 2024નો જ્હોન એલ "જેક" સ્વિગર્ટ જુનિયર એવોર્ડ વિજેતા તરીકે ચંદ્રયાન-3 મિશન ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્પેસ ફાઉન્ડેશનના સીઈઓ હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં જ્યારે એવોર્ડની જાહેરાત કરી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે એક પ્રેરણા છે. સમગ્ર ચંદ્રયાન-3 ટીમની મહેનત અવકાશ સંશોધન માટે દરેક માટે એક મોડેલ છે. અભિનંદન, અને તમે આગળ શું કરશો તે જોવા માટે અમે બહુ ઉત્સાહી છીએ".
ભારત પ્રથમ રાષ્ટ્રઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનનું સફળ ઉતરાણ કરનાર ભારત પહેલું રાષ્ટ્ર બન્યું હતું. સ્પેસ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ની ટીમ અને ઈસરો દ્વારા એક મિશન સફળતાથી પાર પાડવામાં આવ્યું હતું. જેનાથી માનવતાની અવકાશ સંશોધન આકાંક્ષાઓને નવી ઉડાન મળશે. (ANI ઈનપુટ્સ સાથે)
- 2023 Year-Ender: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 લોન્ચ
- ફ્લેશબેક 2023 : ચંદ્ર પર ત્રિરંગો લહેરાયો, ચંદ્રયાન-3 નું ઐતિહાસિક લુનાર લેન્ડિંગ