મુંબઈ :ગાયક ઉદિત નારાયણ એક મહિલા ફેનને કિસ કરતા હોય તેવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા નેટીઝન્સે તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. આ પછી ઉદિત નારાયણે પણ આ કિસ પર પોતાનો ખુલાસો આપ્યો અને કેટલાક લોકો તેના સમર્થનમાં પણ આવ્યા હતો. આ મુદ્દો હજુ ઠંડો નથી થયો, ત્યાં ફરી આવો જ એક વીડિયો વાયરલ થયો છે.
ઉદિત નારાયણે ફરી ફેનને કરી "કિસ" :હજુ થોડા સમય પહેલા ઉદિત નારાયણના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હાલમાં જ ઉદિત નારાયણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ લાઈવ કોન્સર્ટ દરમિયાન એક મહિલા ફેનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ જોઈને હવે નેટીઝન્સમાં ફરી ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉદિત નારાયણને હવે મગજના ડૉક્ટરની જરૂર છે.
બીજા વીડિયોએ ધૂમ મચાવી :ગાયક ઉદિત નારાયણનો આ વીડિયો સ્ટેજ પરફોર્મન્સમાંથી એક છે. વીડિયોમાં ઉદિત સાથે સેલ્ફી લેવા માટે એક મહિલા ફેન સ્ટેજની નજીક આવી હતી, સેલ્ફી માટે ઉદિત મહિલા ફેન્સની નજીક આવીને ઘૂંટણિયે બેસી ગયો હતો. સેલ્ફી લેતી વખતે ઉદિત પહેલા મહિલાને તેના ગાલ પર અને પછી તેના હોઠ પર કિસ કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો તેમની ખૂબ ટીકા કરી રહ્યા છે.