ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકૉનિંગ' ટીઝર રિલીઝ, ફરી એકવાર તમારા શ્વાસ અધ્ધર કરશે ટોમ ક્રૂઝ - MISSION IMPOSSIBLE FINAL RECKONING

ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ: ધ ફાઈનલ રેકનિંગ' નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મ 23 મે, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકૉનિંગ
મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકૉનિંગ (teaser thumbnail))

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2025, 2:22 PM IST

હૈદરાબાદ : સમગ્ર વિશ્વમાં ચાહકો ટોમ ક્રૂઝની મોસ્ટ અવેટેડ ફિલ્મ મિશન ઈમ્પોસિબલ : ધ ફાઈનલ રેકનિંગને લઈને પહેલેથી જ ઉત્સાહિત છે. બીજી તરફ નિર્માતાઓ પણ આ ઉત્તેજના જાળવી રાખવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. તાજેતરમાં, ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરીને ફરીથી ફિલ્મ વિશે હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મ આ વર્ષે 23 મેના રોજ સિનેમાઘરોમાં આવશે.

ટોમ ક્રુઝે ચાહકોને આપી સરપ્રાઈઝ:ટોમ ક્રૂઝે તેની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ: ધ ફાઈનલ રેકનીંગના અદભૂત ટીઝર સાથે સુપર બાઉલમાં ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ચાહકોને આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીના વિસ્ફોટક ટીઝરની ઝલક જોવા મળી. ટોમ ક્રુઝે આગામી મિશન ઈમ્પોસિબલ ફિલ્મના નવા ટીઝરમાં પ્લેનથી લટકવા, જંગલમાં દોડવા અને પાણીની નીચે એક્શન સીન કરવા જેવા જબરદસ્ત સ્ટંટ બતાવ્યા હતા. ચાહકો સ્ટંટથી ખૂબ જ પ્રભાવિત થયા અને હવે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

'મિશન ઇમ્પોસિબલ : ધ ફાઇનલ રેકૉનિંગ' ટીઝરમાં શું છે ?

હંમેશની જેમ, ટોમ ક્રૂઝ હાઈઓક્ટેન સ્ટન્ટ્સ સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં ટોમ જમીન, હવા અને પાણીમાં એક્શન કરતો જોવા મળશે, જે ખૂબ જ રસપ્રદ છે. ટીઝરની શરૂઆતમાં ટોમ જંગલમાં દોડતો જોવા મળે છે, ત્યારબાદ તે પાણીમાં સ્ટંટ કરતો જોવા મળે છે. એટલું જ નહીં, બાદમાં 10,000 ફૂટની ઊંચાઈએ ટોમ ક્રૂઝ પ્લેનમાંથી લટકતો જોવા મળ્યો, આ દ્રશ્ય અંદાજે 120 માઈલ પ્રતિ કલાકની ઝડપે શૂટ કરવામાં આવ્યું છે.

મિશન ઇમ્પોસિબલ ફ્રેન્ચાઇઝીની આ આઠમી ફિલ્મ :ફાઇનલ રેકનિંગ વર્ષ 2023માં રિલીઝ થયેલી ડેડ રેકનિંગ પાર્ટ વનની સિક્વલ છે. ફ્રેન્ચાઇઝીની આ આઠમી ફિલ્મ ક્રિસ્ટોફર મેક્વેરી દ્વારા નિર્દેશિત છે. તેમાં હેનરી ચેર્ની, હેલી એટવેલ, વિંગ રેમ્સ, સિમોન પેગ, પોમ ક્લેમેન્ટિફ અને વેનેસા કિર્બી પણ ખાસ ભૂમિકામાં છે. ઉપરાંત હેન્નાહ વેડિંગહામ, નિક ઑફરમેન, કેટી ઓ'બ્રાયન અને ટ્રેમેલ ટિલમેન સહાયક ભૂમિકામાં છે.

  1. સૌથી અમિર અભિનેતાઓમાં શાહરુખ ખાન ચોથા સ્થાને, ટોમ ક્રૂઝને પાછળ છોડી દિધા
  2. Box Office India: 'MI 7' ભારતમાં તુફાન મચાવી રહી છે, જાણો ફિલ્મની કમાણી

ABOUT THE AUTHOR

...view details