ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

TGIKS 3 : ત્રણ ગણી મસ્તી સાથે પરત આવી કપિલ શર્માની ગેંગ, શું સુનીલ ગ્રોવર પણ જોડાશે ? - THE GREAT INDIAN KAPIL SHOW 3

કપિલ શર્માની ગેંગ નેટફ્લિક્સ પર ત્રીજી સીઝન સાથે ફરી પાછી ફરી રહી છે. જાહેરાત દરમિયાન કપિલે સુનીલ ગ્રોવરની મજાક કરી.

THE GREAT INDIAN KAPIL SHOW 3
THE GREAT INDIAN KAPIL SHOW 3 (Announcement Poster)

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2025, 2:35 PM IST

હૈદરાબાદ: કપિલ શર્માએ તેમના મોસ્ટ અવેટેડ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. નેટફ્લિક્સે 2025 ના આગામી શો અને ફિલ્મોની પણ જાહેરાત કરી છે, જેમાં કપિલ શર્મા શોની ત્રીજી સીઝનની પણ જાહેરાત કરવામાં આવી છે. નેટફ્લિક્સ ઈન્ડિયાએ એક રમુજી વીડિયો શેર કર્યો છે. જેમાં કપિલ શર્મા સુનીલ ગ્રોવરને આગામી સીઝન વિશે ચીડવી રહ્યા છે.

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3નું એનાઉન્સમેન્ટ

કપિલ શર્માએ બીજી સીઝનના છેલ્લા એપિસોડમાં પુષ્ટિ આપી હતી કે, તે ત્રીજી સીઝન સાથે ફરીથી નેટફ્લિક્સ પર પાછા ફરશે. હવે નેટફ્લિક્સે પણ પુષ્ટિ આપી છે કે, કપિલની ટીમ 3 ગણી મજા સાથે પાછા ફરશે. વીડિયોમાં મનીષ પોલ પૂછે છે, 'તો, સીઝન 3 આવી રહી છે, તો તમે શું નવું લાવી રહ્યા છો?' આના પર કપિલ મજાકિયા અંદાજમાં કહે છે કે, 'યાર, સીઝન 3 તેમના માટે છે, અમારા માટે તે ફક્ત બીજો એપિસોડ છે, અમને તો આદત છે કે. એક સાથે 200 એપિસોડ કરવાની. કપિલ શર્મા સુનિલ પોલ તરફ ઈશારો કરીને કહે છે કે, 'જ્યાં સુધી આપણી વચ્ચે ઝઘડો ન થાય ત્યાં સુધી શો સમાપ્ત થતો નથી.' કપિલના આ નિવેદન પર સુનીલ ગ્રોવર અને આખી ટીમ ખૂબ હસી પડી.

કોલ્ડપ્લે પર પણ મજાક કરી

કપિલે કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે આ શો આખું વર્ષ ચાલે. તમને વિશ્વાસ નહીં આવે કે, લોકો કોલ્ડ પ્લે માટે આટલી બધી ટિકિટો ખરીદી રહ્યા હતા અને અમને તેમના તરફથી ઇમેઇલ મળી રહ્યા હતા કે, તેઓ શોમાં આવવા માંગે છે.' અમે કહ્યું હતું કે, અમે તો બોલાવી લઈએ, પણ અત્યારે શો ચાલતો નથી, અમે નેટફ્લિક્સને વિનંતિ કરીએ છીએ કે, આને સતત ચલાવતા રહે.

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થોડા વર્ષો પહેલા

ઝઘડો થયો જેના પછી સુનીલે શો છોડી દીધો. પણ લોકો તેમના ગુત્થી અને ડૉ. મશૂર ગુલાટીના પાત્રોને ખૂબ યાદ કરી રહ્યા હતા. પરંતુ હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને તેઓ ફરીથી શોમાં સાથે જોવા મળી રહ્યા છે. નેટફ્લિક્સ પર બંને શો બ્લોકબસ્ટર હિટ રહ્યા હતા અને હવે કપિલ શર્માની આખી ટીમ ફરીથી દર્શકોને ગલગલિયા કરવા માટે તૈયાર છે. ચાહકો ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કપિલ શર્માની ટોળકીમાં સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, ભારતી સિંહ, રાજીવ ઠાકુર જેવા હાસ્ય કલાકારોનો સમાવેશ થાય છે. જ્યારે અર્ચના પૂરણ સિંહ જજની ખુરશી પર બેઠી છે.

આ પણ વાંચો:

  1. સંજય દત્તથી લઈને હિના ખાન સુધી, કેન્સર પણ આ સેલેબ્સના જુસ્સાને હરાવી શક્યું નહીં, આ સ્ટાર્સ બન્યા દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત
  2. સામંથા રૂથ પ્રભુ ડિરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે? વાયરલ તસવીરોએ મચાવી દીધો હંગામો

ABOUT THE AUTHOR

...view details