ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર ધીમી શરૂઆત, બીજા દિવસે બૉક્સ ઓફિસ પર મચાવશે ધમાલ ?

'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર શરૂઆત ધીમી રહી છે, જાણો શહિદ કપૂર અને કૃતિ સેનનની ફ્રેશ જોડી પ્રથમ ફિલ્મ 'તેરી બાતો મે એસા ઉલજા જિયા' કેટલાં રૂપિયાથી ખાતું ખુલ્યું અને સાથે જ જાણો આજે 10 ફેબ્રુઆરીએ ફિલ્મ કેટલું કલેક્શન કરી રહી છે. Teri Baaton Mein Aisa Uljha Jiya Day 1 Collection

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 11:19 AM IST

'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર ધીમી શરૂઆત
'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર ધીમી શરૂઆત

હૈદરાબાદ: શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર રોબોટિક લવ સ્ટોરી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ગત 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. 'તેરી બાત મેં ઐસા ઉલ્જા જિયા'ને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. આમ છતાં ફિલ્મને બોક્સ ઓફિસ પર ધીમી ઓપનિંગ મળી છે. શાહિદ-કૃતિની ફ્રેશ જોડીની પહેલી ફિલ્મ શરૂઆતના દિવસે બોક્સ ઓ ફિસ પર ઓપનિંગ ડે પર 10 કરોડ રૂપિયા પણ કમાણી કરી શકી છે. પરંતુ આજે 10 ફેબ્રુઆરી, શનિવારે ફિલ્મનું શાનદાર કલેક્શન જોવા મળી શકે છે. આવો જાણીએ 75 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે કેટલી ઓપનિંગ કરી છે.

'તેરી બાતો મે એસા ઉલજા જિયા': 2.45 મિનિટની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા' દેશભરમાં અઢી હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ડેબ્યૂ ડાયરેક્ટર અમિત જોશી અને આરાધના સાહે લખી અને ડિરેક્ટ કરી છે. બોલિવૂડમાં આ પ્રકારની વાર્તા પહેલા ક્યારેય જોવા મળી નથી, તેથી જ આ ફિલ્મે હિન્દી બેલ્ટના દર્શકોને એક કિક આપી છે. 'તેરી બાતો મે એસા ઉલજા જિયા'એ ઓપનિંગ ડે પર અંદાજિત 6.50 કરોડ રૂપિયાથી બોક્સ ઓફિસ પર ખાતું ખોલાવ્યું છે.

વીકેન્ડમાં કરી શકે છે કમાલ: આજે 10 મી ફેબ્રુઆરીએ, ફિલ્મ તેની રિલીઝના બીજા દિવસે અને પ્રથમ શનિવારે એન્ટર થઈ ચુકી છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ વેલેન્ટાઇન ડે, ડેડી બિયર ડે (10 ફેબ્રુઆરી) પર શાનદાર કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ આજે 8 થી 10 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.

આપને જણાવી દઈએ કે, ફિલ્મના કેટલાક કિસિંગ સીન કટ કર્યા બાદ સેન્સર બોર્ડે તેને U/A સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. ફિલ્મના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને વિતેલા જમાનાની અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્મમાં આપને જોવા મળશે છે.

  1. lal salaam: 'લાલ સલામ' બૉક્સ ઓફિસ પર ચાલ્યો 'જેલર' રજનીકાંતનો જાદૂ, ઓપનિંગ ડે પર થઈ આટલી કમાણી
  2. Ritwik Ghatak : ઋત્વિક ઘટકની ડોક્યુમેન્ટરી માટે નરગીસ કેવી રીતે રાજી થઈ, વિશ્વજીત ચેટર્જીએ વાગોળ્યો અજાણ્યો કિસ્સો

ABOUT THE AUTHOR

...view details