ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

kanguva teaser release: સાઉથ સુપરસ્ટાર સૂર્યાની 'કંગુવા'નું ટીઝર રિલીઝ, અભિનેતાએ પોતાના અદભૂત લુકથી ચાહકોના દિલ જીતી લીધા - kanguva

સાઉથના સુપરસ્ટાર સૂર્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કંગુવા'નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

Etv Bharatkanguva teaser release
Etv Bharatkanguva teaser release

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 7:32 PM IST

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ 'કંગુવા'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગ્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત અને શિવા, સુર્યા, દિશા પટાની દ્વારા નિર્દેશિત, બોબી દેઓલ અભિનીત 'કંગુવા' 2024 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ફર્સ્ટ લુક, પાત્રો અને પોસ્ટરને મળેલા શાનદાર પ્રતિસાદ બાદ દર્શકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ચાહકોની ઉત્તેજના વધારતા મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. જે બાદ હવે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બોબી દેઓલ ડેશીંગ લુક:ફિલ્મ વિશે વાત કરીએ તો, નિર્માતાઓએ 'અદના આર્ટ સ્ટુડિયો'માં ડબિંગ સેશન શરૂ કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા સૂર્યાએ તેના ભાગ માટે ડબિંગ શરૂ કરી દીધું છે. જંગી બજેટમાં બનેલી આ ફિલ્મનું શૂટિંગ લગભગ બે વર્ષ સુધી ચાલ્યું હતું અને હાલમાં તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા સ્ટુડિયો ગ્રીનના નિર્માતા જ્ઞાનવેલ રાજાએ પણ બોબી દેઓલનો ફિલ્મનો ભાગ બનવા બદલ આભાર માન્યો હતો. બોબીની સાથે અભિનેત્રી દિશા પટણી પણ આ ફિલ્મનો ભાગ છે.

કંગુવાનો અર્થ: સૂર્યાના ચાહકો પણ ફિલ્મની સ્ટોરી લાઇન વિશે જાણવા માંગે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મના નિર્દેશક શિવાએ આ વિશે વધુ વાત કરી. તેમણે કહ્યું, 'તમિલ શબ્દ કાંગુનો અર્થ અગ્નિ થાય છે અને કાંગુવાનો અર્થ અગ્નિની શક્તિ ધરાવતી વ્યક્તિ થાય છે. જો કે, કંગુવામાં સૂર્યા સરના પાત્રમાં કોઈ સુપરપાવર નથી.

  1. Vedaa Teaser Out: જોન અબ્રાહમ, શર્વરી વાઘ અને તમન્ના ભાટિયાની એક્શન ફિલ્મ 'વેદા'નું ટીઝર રિલીઝ, જુઓ અહીં

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details