ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પદ્મ પુરસ્કારને લઈને સિંગર સોનુ નિગમના સરકારને સવાલ?, કેટલાક કલાકારો માટે ન્યાયની માંગ કરી - SONU NIGAM ON PADMA AWARDS

પદ્મ પુરસ્કારની જાહેરાત બાદ સિંગર સોનુ નિગમ નિરાશ જોવા મળ્યો હતો. વીડિયો શેર કરીને તેણે કેટલાક કલાકારો માટે ન્યાયની માંગ કરી છે.

સોનુ નિગમ
સોનુ નિગમ ((Photo: ANI))

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 6:53 AM IST

મુંબઈ:ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ સિંગર સોનુ નિગમે તેના પર નિરાશા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરતી વખતે, તેણે પુરસ્કારો ન મળવા બદલ ભારતીય સિનેમાના કેટલાક દિગ્ગજ અને પ્રતિભાશાળી કલાકારો અને ગાયકોની ઝાટકણી કાઢી છે. જેમાં તેણે કિશોર કુમાર, યલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ માટે ન્યાયની માંગણી કરી હતી.

પદ્મ પુરસ્કાર પર સિંગરે ઉઠાવ્યા સવાલ: ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતી વખતે સોનુ નિગમે ભારતના દિગ્ગજ સિંગર કિશોર કુમાર વિશે કહ્યું કે, હવે તેમને પદ્મશ્રી પણ આપવામાં આવ્યો નથી. મોહમ્મદ રફી અંગે તેમણે કહ્યું કે, તેમને પદ્મશ્રી સુધી જ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે શ્રેયા ઘોષાલ સહિત કલાના વિવિધ ક્ષેત્રોમાં અજોડ યોગદાન આપનાર કલાકારોને ન્યાયની માંગણી કરી હતી.

એવા બે સિંગર જેમણે વિશ્વભરના ગાયકોને પ્રેરણા આપી. જેમને આપણે પદ્મશ્રી સુધી સીમિત રાખ્યા છે તેમાંથી એક છે મોહમ્મદ રફી સાહબ અને એક એવા છે જેમને પદ્મશ્રી પણ નથી મળ્યું, તે છે કિશોર કુમાર જી. શું તમને મરણોત્તર એવોર્ડ મળે છે? આ સિવાય અલકા યાજ્ઞિક જીની આટલી લાંબી અને અદભૂત કારકિર્દી રહી છે, તેમને આજ સુધી કંઈ મળ્યું નથી. શ્રેયા ઘોષાલ, તે લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે, તેને પણ મળવું જોઈએ. સુનિધિ ચૌહાણ, તેણે પણ પોતાના અવાજથી આખી પેઢીને પ્રેરિત કરી છે, તેને પણ હજુ સુધી કંઈ મળ્યું નથી. ગાયન હોય, અભિનય હોય, વિજ્ઞાન હોય કે સાહિત્ય કોઈપણ ક્ષેત્રના એવા કયા નામો છે, જેમને ન્યાય મળ્યો નથી? કોમેન્ટમાં લખો અને અમારા જ્ઞાનમાં વધારો કરો. સોનુ નિગમ

આ ગાયકોને પદ્મ પુરસ્કારની જાહેરાત

1. શારદા સિંહા (પ્રસિદ્ધ લોક ગાયિકા)- પદ્મ વિભૂષણથી સન્માનિત.

2. પંકજ ઉદાસ (સુપ્રસિદ્ધ ગઝલ ગાયક)- પદ્મ ભૂષણથી સન્માનિત.

3. અરિજિત સિંહ (પ્લેબેક સિંગર)- પદ્મશ્રીથી સન્માનિત

4. જસપિન્દર નરુલા (પ્લેબેક સિંગર)- પદ્મશ્રીથી સન્માનિત.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માર્ચ-એપ્રિલ 2025માં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને આ પુરસ્કારો આપવામાં આવશે.

આ પણ વાંચો:

  1. મહાકુંભની વાયરલ મોનાલિસાને બોલિવુડથી ઑફર, સનોજ મિશ્રાની આ ફિલ્મમાં મળ્યો મહત્વનો રોલ
  2. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને 'વંદે માતરમ', 'મા તુઝે સલામ' ગાઈને લોકોને કર્યા ઘેલા

ABOUT THE AUTHOR

...view details