મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના પવિત્રા તાંતણે બંધાવા જઈ રહ્યા છે. તે પહેલા, અંબાણી પરિવારે પ્રતિષ્ઠિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે ભવ્ય સંગીત સમારોહ યોજ્યો હતો.
ભગવા કુર્તામાં ભાઈજાન, અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં સલમાન ખાનનો ટ્રેડિશનલ લૂક - actor salman khan - ACTOR SALMAN KHAN
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં અનેક પ્રસિદ્ધ હસ્તીઓ હાજરી આપી હતી. જેમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાને પણ આકર્ષણ જગાવ્યું હતું. ઓરેન્જ કુર્તામાં સલમાન ખાને એન્ટ્રી મારતા કેમેરામાં સામે મનમોહક પોઝ આપ્યા હતાં. salman khan arrives at anant radhika wedding ceremony
Published : Jul 9, 2024, 7:12 AM IST
કેસરી કૂર્તામાં ભાઈજાન: આ પ્રસંગનો ડ્રેસ કોડ ઈન્ડિયન રીગલ ગ્લેમ હતો. મ્યુઝિક ફેસ્ટિવલ શરૂ થતાની સાથે જ અનેક સેલિબ્રિટી અહીં પહોંચી ગયા અને તેની સુંદરતામાં વધારો કર્યો. સેરેમનીમાં સલમાન ખાને પણ ભાગ લીધો હતો, સલમાન ખાન ઓરેન્જ કલરના કૂર્તામાં પહોંચ્યા હતાં અને સમારોહમાં જોરશોરથી ડાન્સ કર્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. બાદશાહ, કરણ ઔજલા અને આંતરરાષ્ટ્રીય સ્ટાર જસ્ટિન બીબરે કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. જ્યારે, સલમાન ખાન પણ સંપૂર્ણ સ્વેગ સાથે એન્ટ્રી મારતો જોવા મળ્યો હતો અને પછી અનંત સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો.