ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Anant & Radhika Pre Wedding: અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ભાગ લેવા સચિન, ધોની, રોહિત અને પંડ્યા બંધુઓ આવી પહોંચ્યા - Hardik Pandya

ભારતીય ક્રિકેટના મોટા ખેલાડીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ભાગ લેવા જામનગરમાં આવી પહોંચ્યા છે. 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારત ઉપરાંત અન્ય દેશોના ક્રિકેટરો પણ ભાગ લેવાના છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Anant Ambani & Radhika Merchant Pre Wedding

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ભાગ લેવા સચિન, ધોની, રોહિત અને પંડ્યા બંધુઓ આવી પહોંચ્યા
અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ભાગ લેવા સચિન, ધોની, રોહિત અને પંડ્યા બંધુઓ આવી પહોંચ્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 5:33 PM IST

નવી દિલ્હીઃ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે ક્રિકેટ જગતના મોટા સ્ટાર પ્લેયર્સ ગુજરાત પહોંચી રહ્યા છે. આ પ્રી-વેડિંગ માટે પહોંચેલા ક્રિકેટર્સમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઘણા ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સ મુકેશ અને નીતા અંબાણીની ટીમ છે. આ વખતે તેની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં છે જ્યારે મુંબઈએ રોહિત શર્માની કપ્તાનીમાં 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોની સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના પૂર્વ ક્રિકેટર કૃણાલ પંડ્યા પણ આ ફંકશનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ કાર્યક્રમ માટે પંડ્યા બંધુઓ એકસાથે પધાર્યા છે.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. સચિન તેંડુલકર પણ જામનગર પહોંચી ગયો છે. તેંડુલકર પોતાના પરિવાર સાથે આ ફંક્શનમાં પહોંચ્યો છે. સચિન IPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હતો.

હાલમાં જ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયેલો મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી ઈશાન કિશન પણ અહીં આવી પહોંચ્યો છે. ઈશાન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર દેવેન બ્રાવો પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આ ફંક્શનમાં સૂર્યકુમાર યાદવ પણ પત્ની સાથે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ઝહીર ખાન તેમજ ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના પણ ત્યાં પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન 1થી 3 માર્ચ સુધી ચાલવાનું છે. આ કાર્યક્રમમાં ક્રિકેટરો ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે.

  1. Anant Ambani Pre-Wedding: અંબાણી પરિવારનો દેશી અંદાજ, 'અન્ન સેવા'માં ગ્રામજનોને પોતાના હાથે ભોજન પીરસ્યું
  2. અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIP મહેમાનો પહોંચ્યા, આજથી ત્રણ દિવસનું ફંકશન, રણવીર સિંહ અને દીપિકા જામનગર પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details