હૈદરાબાદઃ હૈદરાબાદ પોલીસે બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અને અભિનેતા અમન પ્રીત સિંહની ધરપકડ કરી છે. સાયબરાબાદ કમિશનરેટના અધિકારીઓએ ડ્રગ્સના કેસમાં અમન પ્રીત સિંહની અટકાયત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરો (TGANB) અને સાયબરાબાદની નરસિંગી પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પછી ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાં અમન પ્રીત સિંહનો સમાવેશ થાય છે.
તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરો (TGANB) ના અધિકારીઓએ તેમના કબજામાંથી 35 લાખ રૂપિયાની કિંમતનું 199 ગ્રામ કોકેઈન, બે પાસપોર્ટ, બે ફોર વ્હીલર, 10 મોબાઈલ ફોન અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. અમન પ્રીત સિંહની સાથે પોલીસે ચાર નાઈજીરિયનોની પણ અટકાયત કરી છે.
રકુલ પ્રીત સિંહે હજુ સુધી તેના ભાઈની ધરપકડ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પોલીસે પુષ્ટિ કરી છે કે અમન પ્રીત સિંહને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હૈદરાબાદ પોલીસ આ મામલે તપાસ કરશે.
તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરો (TGNAB) એ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક મહિલાની આગેવાની હેઠળની ટોળકી છ મહિનાના સમયગાળામાં 2.6 કિલો કોકેઈન વેચાણ અને વપરાશ માટે હૈદરાબાદ લાવી હતી. આ પછી, વરિષ્ઠ IPS અધિકારી સંદીપ સંદિલ્ય અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ, બ્યુરોએ હૈદરાબાદના 30 લોકોની ઓળખ કરી, જે તેના સંભવિત ગ્રાહકો છે. સાયબરાબાદ કમિશનરેટને 30 લોકોના નામ સોંપવામાં આવ્યા છે. આ 30 નામોમાં અમન પ્રીત સિંહનું નામ પણ સામેલ છે.
- ગુજરાતમાં છેલ્લા 3 વર્ષોમાં કુલ 9,249.86 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણો ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ ક્યાંથી ઝડપાયું? - Gujarat Drugs seized last 3 years