મુંબઈ:આ વખતે પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતીય કલાકારોનો મહિમા જોવા મળ્યો હતો. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ફેસ્ટિવલની 77મી આવૃત્તિમાં ગ્રાન્ડ પિક્સ એવોર્ડ જીત્યો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા બની. અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ પણ 'ધ શેમલેસ'માં તેની ભૂમિકા માટે ઉત્સવમાં અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. જેના માટે તેમને દેશભરમાંથી અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય વિજેતાઓને અભિનંદન આપ્યા. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાએ ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો અને અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. રાહુલે પોતાના ઑફિશિયલ એક્સ એકાઉન્ટ પર લખ્યું, '77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના સ્ટાર્સ ચમકી રહ્યાં છે. પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવા બદલ પાયલ કાપડિયા અને 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'ની સમગ્ર ટીમને અભિનંદન. અનસૂયા સેનગુપ્તાને 'ધ શેમલેસ'માં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે અન સર્ટન રિગાર્ડ વિભાગમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતવા બદલ અભિનંદન. આ મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે અને સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રેરણા આપી છે.