હૈદરાબાદ:'પુષ્પા 2 ધ રુલ' એ કમાણીમાં સૌથી આગળ નીકળી ગઇ છે. કેમ કે, પુષ્પા 2 એ ફક્ત 2 દિવસમાં વર્લ્ડ વાઇડ 400 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. પુષ્પા 2 ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સ્થાનિક અને વર્લ્ડ વાઇડ ઓપનિંગ ફિલ્મ બની ગઇ છે. અહીં પુષ્પા 2 એ હિન્દીમાં 72 કરોડ રુપિયા સાથે ઓપનિંગ કરીને બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ જવાનના રેકોર્ડને માટીમાં મિલાવી દીધો છે. હિન્દી બેલ્ટમાં પુષ્પા 2નો ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, હિન્દીમાં બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેએ અલ્લુ અર્જુનને અવાજ આપ્યો છે.
મોઢામાં રુ દબાવીને પુષ્પાનો અવાજ કાઢ્યો
શ્રેયસ તલપડે એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી તેમની મુલાકાત અલ્લુ અર્જુન સાથે નથી થઇ. ત્યારે ગોલમાલ જેવી હિટ ફ્રેન્ચાઇઝીમાં કામ કરી ચૂકેલા એક્ટર શ્રેયસ તલપડેએ પુષ્પા 2માં અલ્લુ અર્જુનને હિન્દી ડબિંગમાં અવાજ આપવા માટે ખૂબ જ મહેનત કરી છે. શ્રેયસ તલપડેએ ડબિંગ દરમિયાન 2 કલાકમાં 14 સેશન કર્યા હતા અને મોઢામાં રુ દબાવીને અલ્લુ અર્જુનના અવાજને કેચ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, પુષ્પા ધ રાઇઝમાં જ્યારે પહેલી વાર અલ્લુ અર્જુનને ખબર પડી તો તેણે શ્રેયસના હુન્નરના વખાણ કર્યા હતા.
હિન્દી ફેન્સને ગમ્યો 'શ્રીવલ્લી'નો અવાજ