હૈદરાબાદ: પુષ્પા 2 ધ રુલ બોક્સ ઓફિસ કલેક્શન ડે 1: અલ્લુ અર્જુને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચેતવી દીધી છે કે પુષ્પા ઝૂકવાનો નથી. હા અલ્લુ અર્જુને આ વાત સાચી કરી બતાવી છે. પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ પુષ્પા 2 ધ રુલથી ગયા 5 ડિસેમ્બરના રોજ વિશ્વ ભરમાં રિલીઝ થયેલી પુષ્પા 2 ધ રુલ એ ભારતમાં પહેલા દિવસથી જ 175 કરોડ રુપિયાનું ખાતું ખોલીને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી ફિલ્મોને ઘેરી લીધી છે. પુષ્પા 2 ધ રુલ એવી ચોથી ફિલ્મ બની ગઇ છે. જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાથી વધારેનું ખાતું ખોલ્યું છે.
આ સાથે જ પુષ્પા 2 ધ રુલ પહેલી ઇન્ડીયન ફિલ્મ છે. જેને ઘરેલું બોક્સ ઓફિસ પર 150 કરોડની ઓપનિંગ કરી છે. હવે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુન અને પુષ્પા 2 ધ રુલનું રાજ ચાલી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, ભારતમાં પુષ્પા 2 ધ રુલને મળીને ફક્ત 4 ફિલ્મો છે. જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડની સાથે ઓપનિંગ લીધી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારે જેવા સ્ટાર્સ અને તેમની એક પણ ફિલ્મનું આ લિસ્ટમાં નામોનિશાન નથી.
ભારતમાં 100 કરોડથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મો
તમને જણાવી દઇએ કે, ઇન્ડિયન બોક્સ ઓફિસ પર સૌથી પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીનાં નિર્દેશનમાં બનેલી પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી 2- ધ કન્ક્લુઝન (2017) હતી. જેને વિશ્વભરમાં 217 કરોડ રુપિયા અને ભારતમાં 121 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતું. બાહુબલી 2એ કુલ 1800 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ વર્ષ 2022માં રાજામૌલીની જ ફિલ્મ RRRથી બોક્સ ઓફિસ પર રામ ચરણ અને જૂનિયર NTRની જોડીએ ધમાલ મચાવી દીધી હતી.
RRR બીજી એવી ફિલ્મ છે જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાથી ઓપનિંગ કરી છે. પરંતુ RRRએ સ્થાનિક બોક્સ ઓફિસ પર બાહુબલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જણાવી દઇએ કે, RRRએ 1200 કરોડ રુપિયાથી વધારે દુનિયાભરમાંથી કલેક્શન કર્યું હતું. ત્યારે RRR પછી તેના આગલા મહિને એપ્રિલ 2022માં રિલીઝ થયેલી કન્નડ સુપરસ્ટાર યશની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 એ બોક્સ ઓફિસને હલાવી નાખ્યું હતું. પ્રશાંત નીલ એ KGF 2ને ડાયરેક્ટ કરી હતી. જેને સ્થાનિક બોક્સ ઓફિસ પર 116 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતું. જણાવી દઇએ કે, KGF 2 એ પણ 1200 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી હતી.