મુંબઈ:બોલિવૂડની ટોચની એકટ્રેસ દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં અભિનેતા રણવીર સિંહ સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. ગર્ભાવસ્થા દરમિયાન, જ્યારે તેનો પતિ ઘરની બહાર હોય છે, ત્યારે તે પોતાની માતા સાથે હોય છે. ગયા શનિવારે દીપિકાએ પોતાની માતા સાથે સમય પસાર કર્યો હતો.
દીપિકાના પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાતી હતી:માતા બનવા જઈ રહેલી દીપિકા પાદુકોણ હાલમાં જ ફેમિલી ડિનર એન્જોય કરતી જોવા મળી હતી. શનિવારે સાંજે જ્યારે તે બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવી ત્યારે તેના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાતી હતી. ફ્લોય ફ્લોરલ ટોપ અને જીન્સ પહેરેલ. દીપિકા સહજ અને સ્ટાઇલિશ દેખાતી હતી. તેના વાળ બનમાં બાંધેલા હોવાથી દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. માત્ર એક દિવસ પહેલા, દીપિકા એક સુંદર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી, તેની માતા સાથે અન્ય રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી હતી ત્યારે તેણે બ્લેક ડ્રેસને ડેનિમ જેકેટ સાથે મેચ કર્યો હતો. ફોટો અને વીડિયોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
દીપિકાની પ્રેગ્નન્સીની જાહેરાતઃઆ વર્ષે 29 ફેબ્રુઆરીએ દીપિકા અને તેના પતિ રણવીર સિંહે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. કપલે જણાવ્યું કે, તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. સપ્ટેમ્બરમાં બાળકનો જન્મ થશે. છ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે 14 નવેમ્બર, 2018ના રોજ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.
દીપિકા પાદુકોણનું વર્ક ફ્રન્ટ: દીપિકા હવે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં જોવા મળશે. તે લેડી સિંઘમની ભૂમિકા ભજવશે, જેમાં અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર જેવા સ્ટાર્સ પણ હશે. તે અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દિશા પટની સાથે સાયંસ-ફાઇ ફિલ્મ 'કલ્કી 2898 એડી'ની રિલીઝ માટે પણ તૈયારી કરી રહી છે. આ સિવાય તેની પાસે આગામી પ્રોજેક્ટ 'ધ ઈન્ટર્ન' છે.
- પોરબંદર શહેરમાં ફિલ્માંકન થયેલ ફિલ્મ "સમંદર "નો માછીમાર આગેવાનોએ કર્યો વિરોધ - Porbandar Opposition Kharwa society
- 1 જૂને ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે ફિલ્મ 'મંથન' - MANTHAN WILL BE RE RELEASED