નવી દિલ્હી :તાજેતરમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની એક ઇવેન્ટ યોજાઇ હતી. આ ઈવેન્ટમાં કેન્સર સર્વાઇવર અને 26/11 મુંબઈના આતંકી હુમલામાં બચી ગયેલા લોકોએ રેમ્પ વોક કર્યું હતું. જેનું આયોજન ભારતીય લઘુમતી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ ઈવેન્ટની પ્રશંસા કરી છે.
નમો ભારત-વોક ફોર કરેજ :ઈન્ડિય માઈનોરીટી ફાઉન્ડેશને શોનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કેન્સર સર્વાઇવર અને 26/11 મુંબઈના આતંકી હુમલામાં બચેલા લોકો રેમ્પ પર પોતાની સુંદરતા બતાવતા જોવા મળ્યા છે. આ સુંદર ક્ષણને શેર કરતાં ફાઉન્ડેશને લખ્યું કે, ''નમો ભારત: સેવા, સાહસ, સંસ્કૃતિ'' આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સેવાની ભાવનાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમનો જન્મદિવસ રાષ્ટ્રની સેવા કરવાની તેમની અથાક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જે આપણને કરુણા અને એકતા સાથે તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે.
સેવા પખવાડાની ઉજવણી :વધુમાં લખ્યું કે, 'સેવા પખવાડાના ભાગરૂપે ઉજવવામાં આવેલો આ કાર્યક્રમ ભારતની તાકાત દર્શાવે છે. કેન્સર યોદ્ધાઓની વાપસી, 26/11 ના બચી ગયેલા લોકોની હિંમત અને આપણા સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનું સન્માન કરે છે. આ 'એક ભારત' તરીકે આપણને એક સાથે લાવનાર ક્ષણોની એક અદ્ભુત ઉજવણી હતી. જ્યાં સાહસ, સેવા અને પરંપરા એકબીજા સાથે જોડાયેલા છે. ભારતની શાશ્વત ભાવનાનું આ શક્તિશાળી પ્રતિબિંબ શક્ય બનાવનાર તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
PM મોદીની પ્રતિક્રિયા :2 ઓક્ટોબરની મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ (અગાઉનું ટ્વિટર) પર ભારતીય લઘુમતી ફાઉન્ડેશનનની આ પોસ્ટને રીટ્વીટ કર્યું હતું. સાથે જ તેમની પ્રશંસા કરતા કહ્યું કે, 'અમને અમારા લોકોની દ્રઢતા પર ગર્વ છે. તેમની હિંમત અને ભાવના આપણને બધાને પ્રેરણા આપતી રહેશે.
આ સેલેબ્સે ભાગ લીધો :17 સપ્ટેમ્બર, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી મનાવવામાં આવતા સેવા પખવાડાના ભાગ રૂપે નમો ભારત: વોક ફોર કરેજ, વોક ફોર સર્વિસ અને વોક ફોર હેરિટેજ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં અભિનેત્રી અને કેન્સર સર્વાઇવર સોનાલી બેન્દ્રે, તાહિરા કશ્યપ, હિના ખાન, 'ભૂલ ભૂલૈયા 3' સ્ટાર કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીએ રેમ્પ પર વોક કર્યું હતું.
- મનીષ મલ્હોત્રા પછી, આ સેલેબ્સ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા
- લગ્ન બાદ પરિણીતી-રાઘવનું રિસેપ્શન, મનીષ મલ્હોત્રા-સાનિયાએ પાર્ટી ચમકાવી