ચેન્નાઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચેન્નાઈની મુલાકાત દરમિયાન ભારતીય સિનેમાની જાજરમાન અભિનેત્રી અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા વૈજયંતિમાલા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ X (અગાઉનું ટ્વિટર) પર વૈજયંતિમાલા સાથેની તેમની સુંદર અને યાદગાર મુલાકાતની તસવીરો શેર કરી છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં પીઢ અભિનેત્રીના વખાણ કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી : આપને જણાવી દઈએ કે, વૈજયંતિમાલા ભૂતકાળની સ્ટાર અભિનેત્રી રહી ચુકી છે અને તે પોતાની સુંદરતા અને અભિનય માટે આજે પણ તેના ચાહકોના દિલમાં જીવંત છે. ત્યારે પીએમ મોદીએ વૈજયંતિમાલા સાથેની તસવીરો શેર કરી અને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ચેન્નાઈમાં વૈજયંતિમાલાને મળીને હું ખૂબ જ ખુશ છું, તેમને તાજેતરમાં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ભારતીય સિનેમામાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે સમગ્ર દેશમાં તેમની પ્રશંસા થઈ રહી છે.
બે તસવીરો શેર કરી : આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ વૈજયંતિમાલા સાથેની તેમની બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં પીએમ મોદી વૈજયંતિમાલાને નમસ્તે કહેતાં જોવા મળી રહ્યાં છે અને બીજી તસવીરમાં તેઓ વાત કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વૈજયંતિમાલાએ અયોધ્યામાં ભરતનાટ્યમ પર ખાસ નૃત્ય પરફોરમન્સ આપ્યું હતું. વૈજયંતિમાલાએ તેમના અભિનય માટે અત્યાર સુધીમાં પાંચ ફિલ્મફેર અને બે BFJA એવોર્ડ જીત્યા છે.
વૈજયંતિમાલાનું વર્કફ્રન્ટ : ઉલ્લેખનીય છે કે, 75માં ગણતંત્ર દિવસ પહેલા વૈજયંતિમાલાને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વૈજયંતિમાલાએ માત્ર 16 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ વાઝકાઈથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી વૈજયંતિમાલાએ પોતાની સુંદરતા અને અભિનયથી સમગ્ર ભારતીય સિનેમા પર રાજ કર્યું હતું. તેમની હિટ ફિલ્મોમાં સંગમ, ગંગા જમુના, અમરપાલીનો સમાવેશ થાય છે. 'મૈં ક્યા રામ મુઝે બુદ્દા મિલ ગયા' ગીત વૈજયંતિમાલાનું છે, જે રાજ કપૂરની ફિલ્મ સંગમનું છે.
- Vyjayanthimala Birthday: શું આપ જાણો છો હિન્દી સિનેમાની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે ?
- Anant Radhika Pre Wedding: ઈવાન્કા ટ્રમ્પ પરિવાર સાથે બની અંબાણી પરિવારની મહેમાન, તસ્વીરો કરી શેર