મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું 3 નવેમ્બરના રોજ નિધન થયું હતું. હેલેના અને મિથુને 1979માં લગ્ન કર્યા હતા પરંતુ માત્ર ચાર મહિના પછી જ છૂટાછેડા થઈ ગયા હતા. લ્યુકનું અમેરિકામાં અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ઠીક નથી, તેમ છતાં તેમણે ડૉક્ટરની સલાહ લીધી ન હતી. હેલેના ઘણા વર્ષોથી ન્યૂયોર્કમાં રહેતી હતી અને ત્યાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
4 મહિના પછી મિથુન સાથે છૂટાછેડા
હેલેના આઓ પ્યાર કરીન, દો ગુલાબ અને સાથ સાથ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રી સારિકા સાથે બ્રેકઅપ બાદ મિથુન મોડલ-અભિનેત્રી હેલેના લ્યુકને મળ્યો. જે બાદ બંને મળ્યા અને 1979માં લગ્ન કરી લીધા. પરંતુ કમનસીબે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને લગ્નના ચાર મહિના પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા. આ પછી મિથુને યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.
અમિતાભ સાથે ફિલ્મ 'મર્દ'માં જોવા મળી હતી
હેલેનાએ અમિતાભ બચ્ચન સાથે તેમની ફિલ્મ મર્દમાં પણ કામ કર્યું હતું. આમાં તેણે બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને લોકપ્રિયતા મળી હતી. જો કે, બાદમાં તેણીએ ફિલ્મો છોડી દીધી અને ન્યુયોર્કમાં સ્થાયી થઈ જ્યાં તે ડેલ્ટા એરલાઈન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. મિથુનથી અલગ થયા બાદ હેલેનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના ચાર મહિનાના લગ્ન હવે એક અંધકારમય સપનું બની ગયું છે, કાશ આવું ક્યારેય ન થયું હોત. મિથુને મારું બ્રેઈનવોશ કર્યું હતું અને મને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે એકબીજા માટે બન્યા છીએ પરંતુ આ લાંબો સમય ટકી શક્યું નહીં.
- યુપી, કેરળ અને પંજાબ વિધાનસભા પેટાચૂંટણીની તારીખમાં ફેરફાર, ચૂંટણી પંચે કરી જાહેરાત, હવે આ દિવસે થશે મતદાન
- 'બેબી જ્હોન' નું ટીઝર રિલીઝ: વરુણ ધવનના એક્શન લૂકે લગાવી આગ, જેકી શ્રોફનો ખૌફનાક અવતાર