ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'પુષ્પા 2' નું આઇટમ સોંગ 'કિસ્સિક' ની રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો,અલ્લુ અર્જુન સાથે ધમાલ મચાવશે ડાન્સિંગ ક્વિન, જુઓ પ્રોમો - KISSIK PROMO PUSHPA 2

અહીં જાણો અલ્લુ અર્જુન અને શ્રીલીલા સ્ટારર પુષ્પા 2નું આઈટમ સોંગ 'કિસ્સિક' ક્યારે અને કયા સમયે રિલીઝ થશે.

કિસ્સિક
કિસ્સિક (SONG POSTER)

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 5:53 PM IST

હૈદરાબાદ: પુષ્પા 2: ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર છે. મિથ્રિ મૂવિ મેકર્સે ફિલ્મના નવા ગીત 'કિસ્સિક' નો પ્રોમો રિલીઝ કર્યો છે. આ ગીતમાં આઇકન સ્ટાર અલ્લુ અર્જુન અને શ્રીલીલાનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળશે, જેણે તેના રિલીઝ પહેલા જ ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.

ગીતના પ્રોમોને રિલીઝ કરતાં, મિથ્રિ મુવિ મેકર્સે લખ્યું, 'આઇકન સ્ટારની સિઝલિંગ કેમિસ્ટ્રી તમને હેરાન કરી દેશે, 'કિસ્સિક' પહેલાથી જ તેના હાઈ-એનર્જી ડાન્સ મૂવ્સ અને આકર્ષક સાઉન્ડટ્રેક માટે સમાચારમાં આવી ચૂક્યું છે, આ ગીત દેવી શ્રી પ્રસાદ દ્વારા રચિત છે. ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ચાહકોનું કહેવું છે કે, અલ્લુ અર્જુન અને શ્રીલીલાની જોડીએ ગીતમાં જીવ નાખી દીધો છે.

પુષ્પા ફ્રેન્ચાઇઝીનો પહેલો ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો હતો અને હવે પુષ્પા 2: ધ રૂલ પાસેથી પ્રેક્ષકોની અપેક્ષાઓ પણ આસમાને છે. 'કિસ્સિક' ગીતને ફિલ્મની ખાસિયત માનવામાં આવે છે અને તે ચોક્કસપણે ચાર્ટબસ્ટર બનવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કિસ્સિક સોંગ આવતીકાલે 24 નવેમ્બરે સાંજે 7.02 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યું છે.

સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ મિથ્રિ મૂવિ મેકર્સ અને સુકુમાર રાઇટીંગ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે સંગીતની જવાબદારી T-Series એ સંભાળી છે.

આ પણ વાંચો:

  1. ઈન્સ્ટા પર ફોલોઅર્સ 5.6 મિલિયન અને વોટ મળ્યા 155, NOTA જેટલા પણ મત ના મળતા સોશ્યલ મીડિયા પર લોકોએ કરી મજાક
  2. 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મની સ્ટાર કાસ્ટે અમિત શાહ સાથે કરી મુલાકાત, શાહે આપ્યા અભિનંદન

ABOUT THE AUTHOR

...view details