મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના માત્ર ફિલ્મોમાં તેમના અભિનયના વખાણ જ નથી થતાં, પરંતુ તેઓ તેમની નાની-નાની રમૂજ-મસ્તીઓ માટે પણ જાણીતા છે. તાજેતરમાં તેમણે કલ્કિ 2898ADની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં આવું જ એક રમૂજ કરી હતુી. વાસ્તવમાં વાત એમ હતી કે, સગર્ભા દીપિકા પાદુકોણ સાથે બાકીની સ્ટાર કાસ્ટ પણ મુંબઈમાં આયોજિત તેમની આગામી ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં દીપિકા પહોંચતાની સાથે જ પ્રભાસ તેની મદદ કરવા આગળ આવ્યો હતો અને તેનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો હતો. જે બાદ અમિતાભ બચ્ચન તેની પાછળ આવ્યા અને તેને ચીડવવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની મદદે આવેલા પ્રભાસની બિગબીએ લીધી મજા, વીડિયો થયો વાયરલ - Kalki 2898 AD Pre Release Event - KALKI 2898 AD PRE RELEASE EVENT
કલ્કી 2898AD ફિલ્મની પ્રી-રીલીઝ ઇવેન્ટ તાજેતરમાં મુંબઈમાં યોજાઈ હતી. જેમાં પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ પહોંચતા પ્રભાસ તેની મદદ કરવા આગળ આવ્યો હતો. આ જોતા અમિતાભ બચ્ચને હળવો મજાક કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જુઓ. Kalki 2898 AD Pre Release Event
Published : Jun 20, 2024, 10:58 AM IST
ગર્ભવતી દીપિકાની મદદે પ્રભાસ: આ ઘટના ત્યારે થઈ જ્યારે પ્રભાસ દીપિકા પાદુકોણને ખુરશી પર બેસવામાં મદદ કરવા આગળ આવ્યો. પ્રભાસે દીપિકાનો હાથ પકડતાની સાથે જ અમિતાભ બચ્ચને તકનો ફાયદો ઉઠાવ્યો અને પ્રભાસને ચિડાવ્યો. તેમણે પ્રભાસને પાછળથી પકડી લીધો અને તેને ખૂબ ચીડવ્યો. બિગ બીની આ રમૂજે ત્યાં હાજર દર્શકો અને કલાકારોને પણ ખૂબ હસાવ્યા હતાં.
ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટ થઈ મુંબઈમાં: નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત 'કલ્કી 2898AD'ફિલ્મ એક સાય-ફાઇ થ્રિલર છે, જે તેની ઘોષણા બાદથી ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની વાર્તામાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. આ ફિલ્મમાં કમલ હાસનનો પણ ખાસ રોલ છે. તાજેતરમાં મુંબઈમાં આયોજિત ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં ફિલ્મના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, 'કલ્કી 2898AD' 27 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.