ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રીલથી રિયલ સુધી: જાણો મલ્હાર-પૂજાની ફિલ્મ જેવી જ સાચી લવ સ્ટોરી - MALHAR THAKAR PUJA JOSHI WEDDING

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીની રીલમાંથી રિયલ લવ સ્ટોરીની શરૂઆત થઈ રહી છે. આ બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા, ચાલો જાણીએ.

મલ્હાર પૂજા ક્યારે પડ્યા હતા એકબીજાના પ્રેમમાં...
મલ્હાર પૂજા ક્યારે પડ્યા હતા એકબીજાના પ્રેમમાં... (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 12:57 PM IST

Updated : Nov 7, 2024, 1:57 PM IST

હૈદરાબાદ:ગુજરાતી ફિલ્મોનો જાણીતો અને લોકપ્રિય ચહેરો મલ્હાર ઠાકર લગ્નગ્રંથીમાં બંધાવા જઈ રહ્યો છે. મલ્હાર જેની સાથે લગ્ન કરવાનો છે તે બીજું કોઈ નહીં પરંતુ તેની છેલ્લી ફિલ્મ 'લગન સ્પેશિયલ'ની અભિનેત્રી પૂજા જોશી છે. ગઈ કાલે મલ્હાર અને પૂજાએ તેમના સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર આપ્યા છે. બંને કલાકારોના લગ્નના સમાચારો જાણીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકો તેમજ ઇન્ડસ્ટ્રી ઉત્સાહિત થઈ ગયા છે. અહીં નોંધનીય બાબત છે કે, ગઈ કાલે લાભ પાંચમના શુભ અવસર પર કલાકારોએ લગ્નના સમાચારો આપ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, મલ્હાર અને પૂજા આ વર્ષના નવેમ્બરના અંતમાં લગ્ન કરશે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામમાં એક સાથે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, "તમામ અફવાઓને પૂર્ણવિરામ લગાવીએ છીએ. હવે રિલમાંથી રિયલ સુધી... તમારા પ્રેમ અને આશીર્વાદ સાથે અમે અમારા જીવનના સફરનો નવો પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ." તમને જણાવી દઈએ કે, આ બંને કલાકારોએ પહેલા 'લગન સ્પેશિયલ' અને 'વાત વાત'માં જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

બંને કલાકારોના લગ્નના સમાચારો બહાર આવતા ચાહકોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે, આ બંનેની લવ સ્ટોરી શરૂ ક્યારથી થઈ, બંને એકબીજાને પહેલાથી ઓળખતા હતા કે ફિલ્મ દરમિયાન જ મળ્યા, આ નવા યુગલની શું છે લવસ્ટોરી...

પૂજા જોશી મુંબઈથી છે, પરંતુ તે ગુજરાતી ફિલ્મમાં કામો કરવા માટે ગુજરાત આવતી જતી હોય છે. આ બંને જણાએ અગાઉ ફિલ્મોમાં સાથે કામ કર્યું, ત્યારબાદ બંનેના સંબંધો વિશે ઘણી અટકળો થઈ રહી હતી. આ બંને જણાએ કોરોનાના સમયગાળામાં 'વાત વાત'માં નામની વેબ સીરિઝ કરી હતી. જે દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વીર ઈશાનું શ્રીમંત, લગ્ન સ્પેશિયલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

જોકે એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ કામ દરમિયાન તેઓ એકબીજાને ક્યારે ગમવા લાગ્યા તે તેમને પણ ખબર ન પડી. અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર અને 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોશી આ વર્ષના અંત સુધીમાં લગ્નગ્રંથિમાં જોડાશે, જે માટે તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ "મલ્હાર અને પૂજા" લગ્નગ્રંથીએ જોડાશે, ઈન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત
  2. વિક્રાંત મેસીનો ચોંકાવનારો ખુલાસો, 'ધ સાબરમતી રિપોર્ટ' માટે મળી રહી છે "ધમકી"
Last Updated : Nov 7, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details