ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પ્રતિક ગાંધી અને વિદ્યા બાલન સ્ટારર 'દો ઔર દો પ્યાર'નું ટીઝર રિલીઝ, તમે પણ જુઓ - DO AUR DO PYAAR TEASER OUT - DO AUR DO PYAAR TEASER OUT

'દો ઔર દો પ્યાર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, ઇલિયાના ડીક્રુઝ અને સેંધિલ રામામૂર્તિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Etv BharatDO AUR DO PYAAR TEASER OUT
Etv BharatDO AUR DO PYAAR TEASER OUT

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 11:43 AM IST

મુંબઈઃ 17 જાન્યુઆરીએ બોલિવૂડમાંથી 'દો ઔર દો પ્યાર' ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, ઇલિયાના ડીક્રુઝ અને સેંધિલ રામામૂર્તિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજે 21 માર્ચે ફિલ્મ 'દો ઔર દો પ્યાર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ 'ધ લવર્સ'ની સ્ટોરી પર આધારિત: શિર્ષા ગુહા ઠાકુરર્તા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'દો ઔર દો પ્યાર' 2017ની વિદેશી ફિલ્મ 'ધ લવર્સ'ની સ્ટોરી પર આધારિત છે. બુધવારે ફિલ્મના તમામ સ્ટાર્સના ફર્સ્ટ લુક્સ શેર કરવામાં આવ્યા હતા.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?:આ ફિલ્મના નિર્માતા એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ છે. દો ઔર દો પ્યાર ફિલ્મ માટે અમારે વધુ રાહ જોવી પડશે નહીં. આ ફિલ્મ 29 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ દો ઔર દો પ્યાર ફિલ્મ નિર્માતા શ્રીશા ગુહા ઠાકુર્તા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થયેલી વિદેશી ફિલ્મ ધ લવર્સની વાર્તા પર આધારિત છે, જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરવામાં આવી છે.

પ્રતિકની વિદ્યા સાથેની કેમેસ્ટ્રી: 'દો ઔર દો પ્યાર'નું ટીઝર એકદમ રોમાચક છે. આમાં તમને વિદ્યા અને સેંથિલની સારી કેમેસ્ટ્રી જોવા મળશે, જ્યારે તમને પ્રતિકની વિદ્યા સાથેની કેમેસ્ટ્રીની પણ ઝલક જોવા મળશે. આ ફિલ્મમાં ઇલિયાના ડીક્રુઝ અભિનેત્રીનો રોલ કરી રહી છે. પ્રતીક ગાંધી એક સરળ વ્યક્તિના રોલમાં છે. હવે આ બધાને પ્રેમમાં સરપ્રાઈઝની સાથે સાથે કન્ફ્યુઝન પણ મળવાના છે. તે જોવાનું રસપ્રદ રહેશે.

  1. Pulkit Samrat and kriti kharbanda : પુલકિત અને કૃતિની મહેંદી સેરેમનીની સુંદર તસવીરો સામે આવી, પુલકિત ડાન્સ કરતા જોવા મળ્યો

ABOUT THE AUTHOR

...view details