ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

"એક દિન કે લિયે ડ્રાય ડે ઘોષિત કર દો", તેલંગણા સરકારની નોટીસ પર દિલજીતનો રમૂજી જવાબ - DILJIT DOSANJH

પંજાબી ગાયક દિલજીત દોસાંઝને તેલંગાણા સરકારે દારૂને પ્રોત્સાહન આપતા ગીત ન રજૂ કરવા નોટિસ આપી હતી. અમદાવાદમાં આયોજીત કોન્સર્ટમાં દિલજીતે શું જવાબ આપ્યો જુઓ...

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ
પંજાબી ગાયક દિલજીત દોસાંઝ (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 2:29 PM IST

અમદાવાદ :પંજાબી ગાયક દિલજીત દોસાંઝને તેલંગાણા સરકારે તેમના કોન્સર્ટ દરમિયાન દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન રજૂ કરવાની સૂચના આપી હતી. અમદાવાદમાં આયોજીત તેના તાજેતરના કોન્સર્ટ દરમિયાન રમૂજી રીતે દિલજીતે તેલંગાણા સરકારની નોટિસનો જવાબ આપતા કહ્યું, "મારા શો હોય ત્યાં ડ્રાય ડે જાહેર કરો અને હું આલ્કોહોલ-સંબંધિત ગીતોથી દૂર રહીશ."

દિલજીત દોસાંઝનો રમૂજભર્યો જવાબ :

પંજાબી ગાયક દિલજીત દોસાંઝે તાજેતરના કોન્સર્ટ દરમિયાન તેલંગાણા સરકારની નોટિસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જીતની ભી સ્ટેટ્સ હૈ અગર વો સારી અપને કો ડ્રાય સ્ટેટ્સ ઘોષિત કર દેતી હૈ. અગલે હી દિન દિલજીત દોસાંઝ શરાબ પે ગાના નહીં ગાયેગા, મેં પ્રણ કરતા હું (જો તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ્સ તરીકે જાહેર કરશે, તો બીજા જ દિવસે દિલજીત દોસાંઝ દારૂ વિશે ગીત નહીં ગાય. હું આ પ્રતિજ્ઞા લઉં છું)".

"અચ્છા એક ઔર મૌકા દું, ઇસસે ભી અચ્છા ઑફર દુ. જહાં જહાં મેરે શો હૈ વહાં વાહન આપ એક દિન કે લિયે ડ્રાય ડે ઘોષિત કર દો, મૈ શરાબ કા ગાના નહીં ગાઉંગા. મેરે લિયે ગાનો કો ટ્વેક કરના મારા માટે ખૂબ જ સરળ છે." (ઠીક છે ચાલો હું તમને એક વધુ સારી ઓફર કરું છું. જ્યાં પણ મારા શો છે, તમે માત્ર એક દિવસ માટે ડ્રાય ડે જાહેર કરો અને હું દારુ વિશે ગીત નહીં ગાઉં).

દિલજીત દોસાંઝને નોટિસ મળી :શુક્રવારના રોજ આયોજીત કોન્સર્ટના થોડા કલાકો પહેલા જ જારી કરાયેલ નોટિસમાં ચંદીગઢના રહેવાસીની ફરિયાદને ટાંકવામાં આવી હતી, જેણે દાવો કર્યો હતો કે દિલજીત દોસાંઝે નવી દિલ્હીમાં અગાઉના કોન્સર્ટમાં દારૂ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો રજૂ કર્યા હતા.

અમદાવાદ દિલજીતનો કોન્સર્ટ :અમદાવાદમાં કોન્સર્ટ દરમિયાન દિલજીતે ગુજરાતના ડ્રાય સ્ટેટના નિયમોનું પાલન કરીને આલ્કોહોલ-થીમ આધારિત ગીતો ગાવાનું ટાળતા કહ્યું કે, "એક ખુશખબરી હૈ આજ મુઝે કોઈ નોટિસ નહીં આયા. ઇસસે બડી ખુશ ખબર ઔર હૈ, મેં આજ ભી કોઈ ગાના શરાબ પે નહીં ગાઉંગા. ક્યૂંકી ગુજરાત ડ્રાય સ્ટેટ હૈ (મારી પાસે સારા સમાચાર છે, મને કોઈ નોટીસ મળી નથી. એથી પણ મોટા સમાચાર છે કે, આજે પણ હું દારૂ વિશે કોઈ ગીત નહીં ગાઉં, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે).

બોલિવૂડ સેલેબ્સ પર કટાક્ષ :બોલિવૂડ સેલેબ્સ પર કટાક્ષ કરતા દિલજીતે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ વિશે અસંખ્ય ગીતો રજૂ કરવામાં આવ્યા છે. જોકે, તેના કેટલાક ગીતમાં દારુનો ઉલ્લેખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભક્તિ ગીતો પણ ગાયા, પરંતુ લોકો તેના 'પટિયાલા પેગ' જેવા ગીતોની ચર્ચા જ કરી રહ્યા છે.

દિલજીતની 'દિલ-લુમિનાટી' ટૂર :હૈદરાબાદ કોન્સર્ટ દિલજીતની 'દિલ-લુમિનાટી' ટૂરનો એક ભાગ હતો. આ ટૂર સમગ્ર ભારતમાં અને વિદેશમાં ધૂમ મચાવી રહી છે. દિલ્હી અને જયપુરમાં સફળ શો પછી છેલ્લી ઘડીના વિવાદ છતાં હૈદરાબાદમાં ઉત્સાહી ચાહકો દ્વારા દિલજીતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  1. દિલજીત દોસાંજના શોની ટિકિટને લઈને પોલીસે આપી સલાહ...
  2. દિલજીતદોસાંજેવેનકુવર સ્ટેડિયમમાં પરફોર્મ કરી રચ્યો ઈતિહાસ

ABOUT THE AUTHOR

...view details