મુંબઈ:6 સપ્તાહની રાહ જોયા બાદ આખરે રિયાલિટી શો બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળી ગયો છે. ટીવી અભિનેત્રી સના મકબૂલે આ શોની ટ્રોફી જીતી છે. રેપર નેઝી ફર્સ્ટ અને રણવીર શૌરી સેકન્ડ રનર અપ રહ્યા હતા. સનાને 25 લાખની ઈનામી રકમ મળી છે. ટ્રોફી જીત્યા બાદ તે ભાવુક થઈ ગઈ અને તેની માતાને ભેટી પડી હતી. કૃતિકા મલિક અને સાઈ કેતન રાવ પહેલાથી જ ટોપ 3માંથી બહાર થઈ ગયા હતા.
બિગ બોસ OTT 3માં રેપર નેજીને હરાવીને આ સુંદરી લઈ ગઈ ટ્રોફી - Bigg Boss OTT 3 Grand Finale Winner - BIGG BOSS OTT 3 GRAND FINALE WINNER
આખરે રોમાંચક વળાંક બાદ બિગ બોસ ઓટીટી 3ના વિજેતાનું નામ જાહેર થઈ ગયું છે. જાણો વિસ્તારથી કોણે કબજે કરી ઓટીટી 3ની ચમકતી ટ્રોફી. Bigg Boss OTT 3 Grand Finale Winner
By ETV Bharat Entertainment Team
Published : Aug 3, 2024, 6:44 AM IST
|Updated : Aug 3, 2024, 6:55 AM IST
બિગ બોસના ઘરમાં દોઢ મહિનાથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. મેકર્સે આ સિઝનમાં ઘણી નવી વસ્તુઓ કરી છે. 17 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ બહારનો વ્યક્તિ પણ શોનો ભાગ હતો. મોબાઈલ ફોન આપવામાં આવ્યા, પરિવારના સભ્યો વચ્ચે ઘણા ઝઘડા થયા, કોઈને થપ્પડ પણ લાગી. 'ભાભી સુંદર લાગે છે...' આ ડાયલોગને લઈને શોની અંદર અને બહાર ઘણો હોબાળો પણ થયો હતો. અનિલ કપૂરના હોસ્ટિંગ હેઠળ આ શો સફળ રહ્યો હતો.