મુંબઈ :કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની મોસ્ટ અવેટેડ ભૂલ ભૂલૈયા 3 નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ટીઝર ખરેખર રસપ્રદ છે, જેમાં રૂહ બાબા અને મંજૂલિકા સામસામે જોવા મળશે. આ ટીઝરમાં વિદ્યા બાલનનો લુક ડરામણો છે અને ફિલ્મમાં કોમેડીનો સ્પર્શ પણ છે. કાર્તિકની સામે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરવામાં આવી છે, તેની ઝલક પણ ટીઝરમાં જોવા મળે છે.
રૂહ બાબા અને મંજુલિકા વચ્ચે ટક્કર :ભુલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન ફરી રૂહ બાબાના કેરેક્ટરમાં જોવા મળશે. આ વખતે રાહ બાબાનો સામનો મંજૂલિકા સાથે થશે, જેનો રોલ ખુદ વિદ્યા બાલન કરી રહી છે. ટીઝરમાં ગુસ્સે ભરાયેલી મંજૂલિકાને અંધારકોટડીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. મંજૂલિકા પોતાની ગાદી માટે લડતી જોવા મળે છે. આ બતાવે છે કે ફિલ્મમાં રૂહ બાબા અને મંજુલિકા વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. ટીઝરમાં તૃપ્તિ ડિમરીની એક ઝલક પણ જોઈ શકાય છે, જે આ ફિલ્મમાં કાર્તિકની સામે જોવા મળશે.
માધુરી બનશે સરપ્રાઈઝ પેકેજ ?એવા અહેવાલ હતા કે, આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો ખાસ કેમિયો હશે, પરંતુ તેની ભૂમિકા અંગે ઉત્તેજના જાળવી રાખવા માટે નિર્માતાઓએ ટીઝરમાં તેની ઝલક બતાવી નથી. તાજેતરમાં નિર્માતાઓએ ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું અને મંજૂલિકાની ઝલક બતાવી હતી. જેને જોયા પછી ચાહકોની ઉત્તેજના વધી ગઈ અને દરેક તેની પ્રથમ ઝલક જોવાની રાહ જોઈ રહ્યા હતા.
ભુલૈયા ફ્રેન્ચાઇઝી :ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો અને વિદ્યા બાલન મંજૂલિકાના રોલમાં હતી. બીજી ફિલ્મમાં કાર્તિક આર્યન રુહ બાબા તરીકે લીડ રોલમાં હતો અને તેના સિવાય ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ હતા. બંને ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને હવે ત્રીજી ફિલ્મમાં મંજૂલિકાની વાપસી થઈ છે.
સિંઘમ અગેઈન સાથે ટક્કર થશે:દિવાળી પર ભૂલ ભૂલૈયા 3 અને સિંઘમ અગેઇન વચ્ચે ટક્કર થવાની છે. બંને ફિલ્મો દિવાળી પર ધમાકેદાર ઓપનિંગની અપેક્ષા રાખે છે અને તેમની રિલીઝ તારીખ બદલવાનો ઇનકાર કરી રહી છે. ભૂલ ભૂલૈયા 3 માં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ખાસ ભૂમિકામાં છે.
- કાર્તિક આર્યનની હોરર કોમેડી 'Bhool Bhulaiyaa 3' મંજુલિકાનો ફર્સ્ટ લૂક
- બિયોન્ડફેસ્ટ USAમાં જાપાનથી 'દેવરા' જોવા આવેલા ફેનને મળ્યો જુનિયર NTR