ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મારાં જીવનની બીજી સૌથી મોટી ક્ષણ છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો એ: માનસી પારેખ - actress Manasi Parekh interview

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ પુરસ્કાર જીતી લાવી છે, ત્યારે ફિલ્મના મુખ્ય એક્ટ્રેસ માનસી પારેખે ઈટીવી ભારત ગુજરાત સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાની ખુશી અને અનુભવોને વર્ણાવ્યા હતાં. સાથે જ તેમણે એક વીડિયો દ્વારા પણ ગુજરાતની જનતાને સંદેશ આપ્યો છે. Kutch Express actress Manasi Parekh interview

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ સાથે ખાસ વાતચીત
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ સાથે ખાસ વાતચીત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 2:15 PM IST

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ સાથે ખાસ વાતચીત (Etv Bharat Gujarat)

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ એ. ગત શુક્રવારે જાહેર થયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કચ્છ એક્સપ્રેસ ફિલ્મએ ત્રણ પુરસ્કાર જીત્યા છે. જેના કારણે ગુજરાતી ફિલ્મ ચાહકો, કલાકારો અને ગરવા ગુજરાતીઓ આનંદ અને ગૌરવનો ભાવ અનુભવી રહ્યા છે. ત્યારે કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં લીડ રોલ ભજવેલા મુખ્ય એક્ટ્રેસ માનસી પારેખે ઈટીવી ભારત ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાની ખુશી અને પોતાના અનુભવો વર્ણાવ્યા હતાં.

એક્ટ્રેસ માનસી પારેખનો વીડિયો સંદેશ (સૌજન્ય: સોશિયલ મીડિયા)

માનસી પારેખનો સંદેશ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કચ્છ એક્સપ્રેસ ફિલ્મએ ત્રણ પુરસ્કારો જીત્યા છે, ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પારેખને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો છે. પોતાની આ ખુશી અને પળને તેમણે ગુજરાતની જનતા સાથે શેર કરી છે અને એક વીડિયો સંદેશ પાઠવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, દર વર્ષે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વાર શ્રેષ્ઠ ફિલ્મો માટે પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે વિજેતાને કરાય છે. 1954થી દેશમાં ફિલ્મને પ્રોત્સાહન આપવા માટે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાય છે.

કચ્છ એક્સપ્રેસમાં બેસ્ટ અભિનેત્રી તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા માનસી પારેખ ગોહિલ મૂળ મુંબઈમાં જન્મેલી અભિનેત્રી છે. જેને આરંભમાં ટીવી સિરિયલનાં અભિનય કર્યો હતો. સ્ટાર પ્લસની સુમિત સંભાલ લેગા ટીવી શ્રેણીમાં માયાના પાત્રના અભિનયના કારણે માનસી પારેખ ગોહિલ પ્રકાશમાં આવ્યા હતા. ઝી ચેનલના રિયાલીટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ગાયક તરીકે વિજેતા થયેલા માનસી પારેખ ગોહિલે ગુજરાતી ફિલ્મો થકી પણ ઓળખ મેળવી છે. 38 વર્ષીય માનસી પારેખ ગોહિલે ગુલાલ, ડિયર ફાધર જેવી યાદગાર ફિલ્મોમાં પોતાના અભિનયનો પ્રકાશ પાથર્યો છે. 2008માં માનસી પારેખે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. ગુજરાતી ફિલ્મો સાથે માનસી પારેખ ગોહિલે યે કૈસી લાઈફ હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

  1. માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત - National Film Awards

ABOUT THE AUTHOR

...view details