ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIP મહેમાનો પહોંચ્યા, આજથી ત્રણ દિવસનું ફંકશન, રણવીર સિંહ અને દીપિકા જામનગર પહોંચ્યા - Deepika Ranveer Jamnagar

બોલિવૂડનું પાવરપેક કપલ રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા ગુજરાત પહોંચી ગયા છે. આ કપલ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યું હતું. જુઓ વીડિયો...

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIP મહેમાનો પહોંચ્યા
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં VVIP મહેમાનો પહોંચ્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 7:14 AM IST

જામનગર:મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપવા VVIP મહેમાનો ગુજરાતના જામનગર પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડનો કિંગ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જામનગર એરપોર્ટની બહાર જોવા મળ્યો હતો. હવે મુંબઈથી નીકળેલ બોલિવૂડ સ્ટાર કપલ રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ જામનગર પહોંચી ગયા છે. આ કપલ એરપોર્ટની બહાર જોવા મળ્યું હતું. આ દરમિયાન 'બાજીરાવ' પોતાની 'મસ્તાની'ને ભીડથી બચાવતો જોવા મળ્યો હતો. તેના ચાહકોને તેની પત્ની માટે અભિનેતાની આ સંભાળ રાખવાની શૈલી પસંદ આવી છે.

રણબીર-દીપિકાનું સ્વાગત:ગર્ભાવસ્થાની જાહેરાત પછી, રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ આજે 29મી ફેબ્રુઆરીએ મોડી સાંજે પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા. આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ સમય દરમિયાન, એક ચાહકે ફૂલો અને મીઠાઈઓનો ગુલદસ્તો આપીને યુગલનું સ્વાગત કર્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં હાજરી આપવા મુંબઈથી નીકળેલું આ કપલ મોડી રાત્રે જામનગર એરપોર્ટ પર પહોંચ્યું હતું, જ્યાં તેમનું ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી બહાર નીકળતી વખતે રણબીર સિંહે હાથ હલાવીને લોકોનું સ્વાગત કર્યું હતું.

દીપિકાને ભીડથી બચાવતો રણબીર:રણબીર સિંહ અને દીપિકા પાદુકોણનો જામનગર પહોંચવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કપલને ભીડથી ઘેરાયેલા જોઈ શકાય છે. ત્યાં, દરેક જણ સ્ટાર કપલની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ભીડ એટલી બધી હતી કે કપલને તેમની કાર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. કાર તરફ જતી વખતે રણબીર સિંહની હૃદય સ્પર્શી ઘટના જોવા મળી. રણબીર સગર્ભા પત્નીની પાછળ ગયો અને તેની આસપાસ તેના હાથ વીંટાળીને તેને સલામત રીતે કારમાં લઈ ગયો. આ દરમિયાન દીપિકાના ચહેરા પર મોટું સ્મિત જોવા મળ્યું હતું.

દીપિકા અને રણવીર બધા વ્હાઇટ લુકમાં ખૂબ જ સારા લાગી રહ્યા હતા. આ કપલે ગુરુવારે તેમના ચાહકોને ખુશખબર આપી હતી. તેઓએ જણાવ્યું કે તેઓ માતા-પિતા બનવાના છે. તેમણે સોશિયલ મીડિયા થકી આ વાતની જાહેરાત કરી હતી. આ ખુશખબર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ફેન્સ સુધી દરેક આ કપલને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  1. Netflix Releases's Slate Plan: નેટફ્લિકસે વર્ષ 2024માં ભારતમાં રજૂ થનાર કંટેટનો સ્લેટ પ્લાન રજૂ કર્યો
  2. Good News: મા બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સાથે ફેન્સને આપ્યા ખુશખબર, 7 મહિના બાદ બાળકને આપશે જન્મ

ABOUT THE AUTHOR

...view details