ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

થઈ જાવ તૈયાર ! આ દિવસે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે 'પુષ્પા 2', અલ્લુ અર્જુને નવી તારીખની જાહેરાત કરી - pushpa 2 new release date - PUSHPA 2 NEW RELEASE DATE

અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઇટેડ પુષ્પા 2: ધ રૂલ ફિલ્મની નવી રિલીઝ ડેટ મળી છે. અભિનેતાએ તાજેતરમાં નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. pushpa 2 new release date

અભિનેતા અલ્લુ અર્જુનEtv Bharat
અભિનેતા અલ્લુ અર્જુન (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 8:21 AM IST

હૈદરાબાદ: તેમાં કોઈ શંકા નથી કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પાઃ ધ રૂલની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ચાહકો ઓગસ્ટમાં તેની રિલીઝ માટે ખૂબ જ ઉત્સાહિત હતા, ત્યારે તેના મોકૂફ રહેવાના સમાચાર અને નવી રિલીઝ તારીખ જાહેર ન થવાને કારણે ચાહકોમાં નિરાશા હતી. પરંતુ આ નિરાશા લાંબો સમય નહીં ટકી શકે કારણ કે અલ્લુ અર્જુને હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.

6 ડિસેમ્બર 2024માં સિનેમાઘરોમાં પુષ્પાઃ ધ રૂલ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પાઃ ધ રૂલ પહેલાં 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુને સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર નવી રિલીઝની જાહેરાત કરી. ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતી વખતે, તેણે કેપ્શન લખ્યું, 'પુષ્પા 2: ધ રૂલ' 6 ડિસેમ્બર, 2024 થી થિયેટરોમાં.

નવું પોસ્ટર શેર કર્યું: અલ્લુ અર્જુને નવા પોસ્ટર સાથે ફિલ્મની તારીખની જાહેરાત કરી. શેર કરેલા પોસ્ટરમાં અલ્લુ અર્જુને ગ્રે કલરનો શર્ટમાં દેખાઈ રહ્યો છે. તેના ખભા પર તલવાર છે અને તે કેમેરા તરફ ગુસ્સાથી જોઈ રહ્યો છે. અલ્લુ અર્જુનનું આ પોસ્ટર જોઈને અને નવી રિલીઝ ડેટની જાહેરાત કરતાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને બધાએ કોમેન્ટ સેક્શનમાં ફિલ્મ વિશે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી. સિંગર બી પ્રાકે લખ્યું, 'પ્રતીક્ષા નથી કરી શકતી'. જ્યારે એકે લખ્યું, 'હું આતુરતાથી આની રાહ જોઈ રહ્યો છું'.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના અભિનીત પુષ્પા 2: ધ રૂલ એ 2021ની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે, જેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પુષ્પાઃ ધ રાઇઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. બોક્સ ઓફિસ પર પણ પુષ્પાએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

  1. શું તમે જોયું? 'પુષ્પા 2 ધ રૂલ' મૂવીનું બીજું ગીત રિલીઝ થયું, રશ્મિકા મંદન્નાએ ગીતનું પોસ્ટર શેર કર્યું - Pushpa 2 Second Single Out
  2. પુષ્પા 2 ધ રૂલ: જાહ્નવી કપૂર કે તૃપ્તિ ડિમરી - ડાન્સ નંબરમાં રશ્મિકા સાથે કોણ જોડાશે? - Pushpa 2 the Rule

ABOUT THE AUTHOR

...view details