હૈદરાબાદ: હિન્દી ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝનમાં પણ કામ કરનાર આશા શર્માનું આજે 25 ઓગસ્ટે નિધન થયું છે. તેણી 86 વર્ષની હતી. તે છેલ્લે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'માં શબરીના રોલમાં જોવા મળી હતી.
રવિવારે, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ તેના સત્તાવાર X હેન્ડલ પર પીઢ અભિનેત્રી આશા શર્માના મૃત્યુની પુષ્ટિ કરી. એક્ટ્રેસનું પોસ્ટર શેર કરતી વખતે એસોસિએશને લખ્યું છે કે, 'CINTAA એ આશા શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.' જો કે પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પરિવારના સભ્યો આશા શર્માના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત છે. એક્ટ્રેસ ટીના ઘાઈએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, 'ગયા વર્ષે તેની ફિલ્મ આદિપુરુષની રિલીઝ બાદ તે ચાર વખત નીચે પડી ગઈ હતી, જે જીવલેણ સાબિત થઈ હતી. તે ગયા એપ્રિલથી પથારીવશ હતી. જોકે, આશાજી તેમના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા.
ટીનાએ વધુમાં કહ્યું કે, 'તે બેડ પર હતી, પરંતુ તે ઘણી વખત મને તેણીને એક રોલ અપાવવા માટે કહેતી જેમાં તેણે બેડ પર પડેલું પાત્ર ભજવવાનું હોય. નાદુરસ્ત હોવા છતાં તેમનો જુસ્સો અને ઉત્સાહ અકબંધ હતો.
આશા શર્માની કરિયર: ઓક્ટોબર 1936માં જન્મેલી આશા શર્માના કરિયરની વાત કરીએ તો તેને 1986ની 'નુક્કડ' અને 'બુનિયાદ' (1987)થી ઓળખ મળી હતી. તેનું નામ સ્ટાર પરિવાર એવોર્ડ શોમાં ફેવરિટ એલ્ડરલી એવોર્ડ કેટેગરીના નોમિનેશનમાં પણ જોવા મળ્યું હતું. આ સિવાય આશા શર્મા 'મહાભારત' (1997) અને 'કુમકુમ ભાગ્ય' (2019) જેવી સિરિયલોમાં અભિનય કરતી જોવા મળી છે. તેની પાસે 'ટોફી' (2017) અને 'ધ લાસ્ટ જામ જાર' (2021) જેવી ટૂંકી ફિલ્મો પણ હતી. આશા શર્માએ 'મુઝે કુછ કહેના હૈ' (2001), 'હમ તુમ્હારે હૈ સનમ' (2002), 'હમકો તુમસે પ્યાર હૈ' (2006) અને '1920' (2008) સહિત લગભગ 40 ફિલ્મો અને ટીવી સિરીઝમાં કામ કર્યું છે.
- ઘરમાં કપલ એકલું હતું અને ઘૂસી આવી આત્મા, રુવાડા ઉભા કરી દેશે 'અદભૂત' નું ટ્રેલર - Adbhut Trailer