ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, રાષ્ટ્રપતિ સામે માનસી પારેખ રડી પડી - 70TH NATIONAL FILM AWARD

અભિનેત્રી માનસી પારેખ અને નિત્યા મેનનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નિત્યા મેનન-માનસી પારેખ
નિત્યા મેનન-માનસી પારેખ ((ANI))

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 7:19 AM IST

નવી દિલ્હી: 8 ઓક્ટોબર 2024 ના રોજ વિજ્ઞાન ભવનમાં નવી દિલ્હી ખાતે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતીય સિનેમાની જાણીતી હસ્તીઓને સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન, રાષ્ટ્રપતિએ માનસી પારેખ અને નિત્યા મેનનને શ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા. બંને અભિનેત્રીઓ માટે આ પહેલો નેશનલ એવોર્ડ છે.

આ ફિલ્મો માટે અભિનેત્રીઓનું સન્માન કરવામાં આવ્યું:નિત્યા મેનેનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં શોભનાની ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી-ડ્રામા છે જે એક ડિલિવરી મેન વિશે છે જે તેના પરિવાર સાથેના સંબંધોમાં સંઘર્ષ કરે છે. માનસી પારેખે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની ભૂમિકા માટે આ એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મ પરંપરાગત કચ્છી પરિવારમાં સંબંધોની જટિલતાઓને શોધે છે. માનસી આ ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે. આ બંને અભિનેત્રીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે બંનેને પ્રથમ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

માનસી પારેખ રડી પડી:માનસી પારેખ પુરસ્કાર લેવા મંચ પર પહોંચી તો પોતાના આંસુ રોકી શકી નહીં અને રડી પડી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેના ખભે હાથ રાખી તેનો જુસ્સો વધાર્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:

  1. બિગ બોસ 18માં સિદ્ધુ મૂઝવાલા પર ચોંકાવનારો ઘટસ્ફોટ, તેને મૃત્યુના 8 દિવસ પહેલા દેશ છોડવાની સલાહ આપવામાં આવી હતી

ABOUT THE AUTHOR

...view details