મુંબઈ:71st Miss World Winner: આખરે 71મી મિસ વર્લ્ડના નામની જાહેરાત થઈ ચુકી છે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડ 2024નો તાજ પોતાના નામે કર્યો છે અને લેબનાનની યાસ્મીના ફર્સ્ટ રનરઅપ રહી છે. આ વર્ષે આ બ્યૂટી પેઝેંટમાં 120 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.
ભારતની સિની શેટ્ટી ટોપ-4માંથી બહાર: 71મી મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાના ટોપ 4 રાઉન્ડમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ફેમિના મિસ ઈન્ડિયા સિની શેટ્ટી સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ફેમિના મિસ ઈન્ડિયા 2022 વિજેતા સિની શેટ્ટીએ મિસ વર્લ્ડ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટોચના 4માં સ્થાન મેળવનાર ચાર ફાઇનલિસ્ટ મિસ ત્રિનિદાદ અને ટોબેગો, મિસ બોત્સ્વાના, મિસ ચેક રિપબ્લિક અને મિસ લેબનોન છે.
મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ ટોપ 12માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટોપ 12માં સ્થાન મેળવનાર દેશો:
- બ્રાઝિલ
- ડોમિનિકન રિપબ્લિક
- ત્રિનિદાદ અને ટોબેગો
- બોત્સ્વાના
- મોરેશિયસ
- યુગાન્ડા
- ચેક રિપબ્લિક
- ઈંગ્લેન્ડ
- સ્પેન
- ઓસ્ટ્રેલિયા
- ભારત
Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2024 ફિનાલે યોજાઈ. 28 વર્ષ બાદ ભારતે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાની યજમાની કરી. છેલ્લી વખત ભારતે 46મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. 46મો મિસ વર્લ્ડનો ખિતાબ ગ્રીસની ઈરેન સ્કિલવાએ જીત્યો હતો. 70મી મિસ વર્લ્ડનો ખિતાબ પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ જીત્યો હતો.
- Janhvi Kapoor Birthday: જ્હાનવી કપૂરને તેના 27માં જન્મદિવસે શિખર પહાડિયાએ પાઠવી શુભેચ્છાઓ
- Anant Radhika Pre Wedding: ઈવાન્કા ટ્રમ્પ પરિવાર સાથે બની અંબાણી પરિવારની મહેમાન, તસ્વીરો કરી શેર