ગુજરાત

gujarat

ETV Bharat / business

તહેવારોની સિઝનમાં મોંઘવારીનો આંચકો: ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી, જથ્થાબંધ ફુગાવો વધીને 1.84 ટકા

ભારતના જથ્થાબંધ ભાવમાં ફુગાવો ઓગસ્ટમાં મહિનામાં 1.31 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 1.84 ટકા થયો છે.

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2024, 3:27 PM IST

ભારતના જથ્થાબંધ ભાવમાં ફુગાવો
ભારતના જથ્થાબંધ ભાવમાં ફુગાવો (Etv Bharat)

નવી દિલ્હી: ભારતનો જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બર 2024માં વધીને 1.84 ટકા થયો છે. આ પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ અને ઉત્પાદન સાધનોના ભાવમાં વધારો છે. જે ગયા મહિને ઓગસ્ટ 2024માં 1.31 ટકાના ચાર મહિનાના નીચા સ્તરે હતો.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઓગસ્ટમાં 9.5 ટકા વધ્યા હતા, જે 10 મહિનાથી નીચા સ્તર 3.3 ટકા હતો. આ પાછળનું કારણ છે કે, ગત વર્ષની સરખામણીમાં શાકભાજી લગભગ 49 ટકા મોંઘા થયા છે.

સપ્ટેમ્બરમાં બટાટા અને ડુંગળીનો ફુગાવો:સરકારી આંકડાઓ અનુસાર ખાદ્ય ચીજોમાં ફુગાવો ઓગસ્ટમાં 3.11 ટકાની સરખામણીએ ગયા મહિને વધીને 11.53 ટકા થયો હતો. શાકભાજીમાં ફુગાવો ઓગસ્ટમાં (-)10.01 ટકાની સરખામણીએ 48.73 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં બટાટા અને ડુંગળીનો ફુગાવો અનુક્રમે 78.13 ટકા અને 78.82 ટકાના સ્તરે ઊંચો રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટમાં 0.67 ટકા ડિફ્લેશન (ફુગાવાનો ઘટાડો) સામે સપ્ટેમ્બરમાં ઇંધણ અને વીજળીમાં 4.05 ટકા ડિફ્લેશન (ફુગાવાનો ઘટાડો) જોવા મળ્યું હતું.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં આ મુદ્દે જણાવ્યું હતું કે,'સપ્ટેમ્બર 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો, અન્ય ઉત્પાદન, મોટર વાહનો, ટ્રેલર અને અર્ધ-ટ્રેલર્સનું ઉત્પાદન, મશીનરી અને સાધનસામગ્રી વગેરેની કિંમતોમાં વધારાને કારણે છે.'

અગત્યની સૂચના એ છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં તેની નાણાકીય નીતિ સમીક્ષામાં બેન્ચમાર્ક વ્યાજ દર અથવા રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.

આ પણ વાંચો:

  1. પ્રકૃતિપ્રેમી મિત્રોએ કરી નવી પહેલ: નવરાત્રીમાં સ્થાપિત થયેલ માતાજીના ગરબા બન્યા પક્ષીઓ માટે ઘર
  2. ONGCમાં 2200થી વધુ ખાલી જગ્યાઓ પર નીકળી ભરતી, 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ પણ કરી શકશે અરજી

ABOUT THE AUTHOR

...view details