નવી દિલ્હી: અસ્મિતા પટેલ જે પોતાને "શેર માર્કેટની વુલ્ફ" અને "ઓપ્શન ક્વીન" કહે છે તે હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની તપાસ હેઠળ આવી છે. રેગ્યુલેટરની તપાસમાં બહાર આવ્યું છે કે અસ્મિતા પટેલના ટ્રેડિંગ દાવાઓ અને તેની અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઑફ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા પ્રોમિસ ખૂબ જ અતિશયોક્તિભર્યા હતા.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ 'ફિનઈન્ફ્લુએન્સર' અસ્મિતા પટેલ અને અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ સહિત છ પક્ષોને સ્ટોક માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. કથિત રીતે નોન-રજીસ્ટર્ડ રોકાણ સલાહકાર સેવાઓ પ્રદાન કરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેબીએ વિવિધ અભ્યાસક્રમો માટે સહભાગીઓ પાસેથી ફી તરીકે લીધેલી રૂ. 53 કરોડથી વધુની રકમ પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સેબીએ કારણ બતાવો નોટિસ જારી કરી હતી
સેબીએ વચગાળાની કારણ બતાવો નોટિસ જારી કરી, સ્કૂલ અને તેના ડિરેક્ટરો પાસેથી ગેરકાયદેસર રીતે કમાયેલી આવકમાંથી આશરે રૂ. 54 કરોડ જપ્ત કર્યા. નોટિસમાં LMIT અને MPAT જેવા પ્રોગ્રામ માટે કોર્સ ફી તરીકે એકત્રિત કરાયેલા રૂ. 104 કરોડ અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી, જેમાં 300% સુધી વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
ફિનઇન્ફ્લુએન્સર કોણ છે?
જે લોકો નાણાકીય સલાહ આપીને લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે તેઓને ફિનઇન્ફ્લુએન્સર કહેવામાં આવે છે.