મુંબઈ:ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા ટેક્નોલોજીસ અને ટાટા મોટર્સ સહિત ટાટા ગ્રુપના ઘણા શેરોમાં આજે વધારો જોવા મળ્યો હતો. ગ્રૂપ તેની ફાઇનાન્શિયલ સર્વિસ આર્મ, ટાટા કેપિટલ માટે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લૉન્ચ કરવાની નજીક હોવાના અહેવાલો પછી ઉછાળો આવ્યો છે.
- ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે 12 ટકા વધી હતી. જ્યારે ટાટા ટેક્નોલોજીમાં 4 ટકાનો વધારો થયો છે. ટાટાના અન્ય શેરો જેવા કે ટાટા કેમિકલ્સમાં 3 ટકા, ટાટા મોટર્સમાં 2 ટકા અને TCSમાં 1 ટકાનો વધારો પણ સત્ર દરમિયાન જોવા મળ્યો હતો.
ટાટા ગ્રૂપે તેની મુખ્ય નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલના રૂ. 15,000 કરોડના IPO પર કામ શરૂ કર્યું છે.