મુંબઈ :આજે 13 ડિસેમ્બર, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. બજારમાં નબળું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 540 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 133 પોઇન્ટ ઘટીને 24,360 પોઈન્ટ નજીક પહોંચ્યો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. આજે 13 ડિસેમ્બર, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં ખુલ્યા છે. BSE Sensex ગત 81,289 બંધ સામે 77 પોઇન્ટ ઘટીને 81,212 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,548 બંધ સામે 50 પોઇન્ટ ઘટીને 24,498 પર ખુલ્યો હતો.