મુંબઈ :કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE Sensex 102 પોઇન્ટ વધીને 80,044 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,340 બંધ સામે હળવો વધીને 24,349 પર ખુલ્યો હતો. આજે લગભગ 1323 શેરના ભાવ વધ્યા, 982 શેર ઘટ્યા અને 103 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
ભારતીય શેરબજાર :આજે 31 ઓક્ટોબર, ગુરુવાર રોજ ભારતીય શેરબજારમાં ભારે એક્શન નોંધાયું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા છે. BSE Sensex ગત 79,942 બંધ સામે 102 પોઇન્ટ વધીને 80,044 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,340 બંધ સામે 9 પોઇન્ટ વધીને 24,349 પર ખુલ્યો હતો.
સ્ટોકની સ્થિતિ :શેરબજાર ખુલતાની સાથે જ NSE પર લિસ્ટેડ કંપનીઓમાં સિપ્લા, L&T, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ્સ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, TCS, ટાઈટન કંપની, હિન્દાલ્કો અને NTPC ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
બુધવારનું બજાર :ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 426 પોઈન્ટના ઘટાડા સાથે 79,942.18 પર બંધ રહ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.48 ટકાના ઘટાડા સાથે 24,350.30 પર બંધ થયો.
- RBIએ ગુપ્ત રીતે લંડનથી મંગાવ્યું "102 ટન સોનું"
- ભારતીયોને રશિયા જવા માટે વિઝાની જરૂર નહીં પડે