મુંબઈ :ભારતીય શેરબજારમાં ઉતાર ચઢાવ યથાવત છે. આજે ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા બાદ સતત ગગડતા રહ્યા હતા. BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 360 અને 101 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. મંથલી એક્સપાઈરીના દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી.
BSE Sensex : આજે 25 જાન્યુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 71,060 બંધની સામે 38 પોઇન્ટ ઘટીને 71,022 ના મથાળે ખુલ્યો હતો. આજે શરુઆતી કારોબારમાં 71,049 ડે હાઈ બનાવી દિવસ દરમિયાન સતત નબળા વલણને કારણે લગભગ 730 પોઈન્ટની ડૂબકી મારી 70,319 સુધી ડાઉન ગયો હતો. BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે રહ્યો અને ટ્રેડિંગ સેશનના અંતે 360 પોઇન્ટ ઘટીને 70,701 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.51 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 101 પોઈન્ટ (0.47%) ઘટીને 21,353 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 21,454 ના બંધ સામે આજે 21,455 ના મથાળે સપાટ ખુલ્યો હતો. આજે શરુઆતમાં 21,459 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ NSE Nifty 21,247 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો.
જાન્યુઆરી ડેરિવેટિવ્સ એક્સપાયરી દિવસે શેરબજાર દબાણ હેઠળ રહ્યું હતું. બેંક નિફ્ટીએ નીચલા સ્તરેથી રિકવરી નોંધાવી હતી, પરંતુ હજુ દબાણ હજુ પણ જોવા મળે છે. સૂચકાંક માટે 45,500 નજીકનો અવરોધ છે, જ્યારે 44,700ની આસપાસ ખરીદી જોવા મળી શકે છે. યુએસ ખાતે બોન્ડ યિલ્ડમાં વૃદ્ધિ પાછળ ચિંતા ઊભી થઈ છે. યુએસ 10-વર્ષના બોન્ડ યિલ્ડ 4.18 નજીક પહોંચ્યા છે. જે સૂચવે છે કે ફેડ રેટ કટ કેલેન્ડર 2024 ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જ જોવા મળશે. -- આસિફ હિરાણી (ડિરેક્ટર, ટ્રેડ બુલ્સ સિક્યુરિટીઝ)
ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એનટીપીસી (1.94%), ઇન્ડસઇન્ડ બેંક (0.97%), એમ એન્ડ એમ (0.52%), લાર્સન (0.47%) અને ICICI બેંકનો (0.40%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા (-6.12%), ભારતી એરટેલ (-2.57%), આઇટીસી (-1.78%), વિપ્રો (-1.68%) અને એશિયન પેઇન્ટ્સનો (-1.67%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1190 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 950 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, સન ફાર્મા, ટીસીએસ અને JSW સ્ટીલનો સ્ટોક રહ્યા હતા.
- Share Market Updates : ભારતીય શેરબજારની સપાટ શરૂઆત, મંથલી એક્સપાઈરીની અસરો
- વીજ ક્ષમતા અને બિન-અશ્મિભૂત ઇંધણનું યોગદાન 2030 સુધીમાં 65 ટકા સુધી પહોંચશે: ઉર્જા મંત્રી