મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 75 પોઈન્ટના ઉછાળા સાથે 80,737.00ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.12 ટકાના વધારા સાથે 24,615.90ની સપાટી પર ખુલ્યો છે.
બજાર ખૂલતાંની સાથે ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, M&M અને ટાટા સ્ટીલ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે Dr Reddy's Labs, Hero MotoCorp, L&T, Divis Labs અને નેસ્લે ઈન્ડિયા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સોમવારની બજાર: ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 137 પોઈન્ટના ઉછાળા સાથે 80,657.16 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.33 ટકાના વધારા સાથે 24,584.15ની સપાટી પર બંધ થયો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન, ONGC, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, શ્રીરામ ફાઈનાન્સ, SBI અને બજાજ ઓટો ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે LTIMindtree, Asian Paints, Grasim, Tata Steel અને Tata Consumer ના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. .
IT સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. આમાં ઓટો, ફાર્મા, પીએસયુ બેંક, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 થી 2 ટકા વધ્યા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો છે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા વધ્યો છે.