મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 231 પોઈન્ટના ઘટાડા સાથે 79,236.07ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 24,248.55ની સપાટી પર ખુલ્યો.
ગુરૂવારની બજાર
Published : Aug 8, 2024, 9:29 AM IST
મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 231 પોઈન્ટના ઘટાડા સાથે 79,236.07ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 24,248.55ની સપાટી પર ખુલ્યો.
ગુરૂવારની બજાર
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે, બુધવારે 7 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 1.27 ટકાના વધારા સાથે 24,297.50ની સપાટી પર બંધ થયો હતો.
ટ્રેડિંગ શેસન દરમિયાન ઓેએનજીસી, કોઈલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી પોર્ટ્સ અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઈટન ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.