મુંબઈઃકારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 21 પોઈન્ટના ઘટાડા સાથે 78,518.19 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના ઘટાડા સાથે 23,742.50 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ પછી ફિનોલેક્સ કેબલ્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ, જિલેટ ઈન્ડિયા, ઈમામીના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ટેલેક્ટ ડિઝાઇન, ગો ડિજિટ જનરલ ઇન્સ, કેઇસી ઇન્ટ, નેટવર્ક18 મીડિયાના શેર્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
- ઓટો, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્કમાં વેચવાલી જોવા મળી હતી.
- BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.
- BSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં One MobiKwik, અંબર એન્ટરપ્રાઈઝિસ, બજાજ ઓટો, ટાટા ઈનવેસ્ટમેન્ટ, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.