મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1961.32 પોઈન્ટ તથા 2.54 ટકાના ઉછાળા સાથે 78,959.11 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 557.35 પોઈન્ટ તથા 2.39 ટકાના વધારા સાથે 23,907.25 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન SBI, બજાજ ફાઈનાન્સ, ટાઈટેન, ITC અને TCS નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, નેટવર્ક 18 મીડિયા, હોનાસા કન્ઝ્યુમર અને બજાજ ઓટોના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા.
- પીએસયુ બેન્ક, આઈટી, એનર્જી અને રિયલ્ટીના શેરોમાં 2-2 ટકાનો વધારો થયો છે.