ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર ઉછાળા સાથે બંધ, Sensex 303 પોઈન્ટ ઉછળ્યો, Nifty 24,869 પર - STOCK MARKET TODAY UPDATE

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. Stock market closing

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (Getty Image)

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 3:51 PM IST

મુંબઈઃકારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રિકવરી મોડમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 303 પોઈન્ટના ઉછાળા સાથે 81,310.53 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.48 ટકાના વધારા સાથે 24,869.35 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન એક્સિસ બેન્ક, વિપ્રો, આઇશર મોટર્સ, ICICI બેન્ક, હિન્દાલ્કોના શેર્સ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ફોસીસ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, HUL અને એશિયન પેઈન્ટ્સના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.

  • BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા.
  • સેક્ટરમાં, બેંક અને મેટલ 1 ટકાથી વધુ વધ્યા હતા, જ્યારે આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
  • FMCG ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો.

ઓપનિંગ માર્કેટ:ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 406 પોઈન્ટના ઘટાડા સાથે 80,600.56 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે 24,612.10 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો:

  1. આજે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 406 પોઈન્ટ ઘટીને 24,612 પર નિફ્ટી

ABOUT THE AUTHOR

...view details