ગુજરાત

gujarat

ETV Bharat / business

રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 132 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,753 પર - STOCK MARKET TODAY UPDATE

કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર ((Getty Image))

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

મુંબઈ: કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 132 પોઈન્ટના ઘટાડા સાથે 82,000.31 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.06 ટકાના ઘટાડા સાથે 24,753.40 પર ખુલ્યો.

ઝિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીએમએમ ફોડલર, ગોદરેજ એગ્રોવેટ, અરબિંદો ફાર્મા, જેએસડબ્લ્યુ એનર્જી, ભારત ફોર્જ, જયપ્રકાશ પાવર વેન્ચર્સ, પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ અને નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ જેવા સ્ટોક્સ પણ આજે ફોકસમાં રહેશે.

નિફ્ટી પર આજના ટ્રેડિંગ દરમિયાન હિન્દાલ્કો, શ્રીરામ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, ટાટા સ્ટીલના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ટાઇટન કંપની, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એચયુએલના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારનું બજાર:ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે, શેરબજાર સવારના ઘટાડાને રિકવર કરીને બંધ થયું. BSE પર સેન્સેક્સ 843 પોઈન્ટના ઉછાળા સાથે 82,133.12 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.89 ટકાના વધારા સાથે 24,768.30 પર બંધ થયો.

નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન કંપનીના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, ટ્રેન્ટના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.

BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા. સેક્ટોરલ મોરચે ઓટો, બેંક, એફએમસીજી, ટેલિકોમ 0.5-2 ટકા વધ્યા હતા, જ્યારે મેટલ અને મીડિયા 0.5 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો:

  1. આધાર કાર્ડને અપડેટ કરવાનું બાકી હોય તો કરવી દો, સરકારે આપી વધું એક તક
  2. ઓછા પગારવાળા પણ બનશે કરોડપતિ, બસ અપનાવી લો આ ફોર્મ્યુલા

ABOUT THE AUTHOR

...view details