મુંબઈ: કારોબારી સપ્તાહના સતત ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 984.23 પોઈન્ટ્સ અથવા 1.25 ટકાના ઘટાડા સાથે 77,690.95 પર બંધ થયો હતો, જ્યારે NSE પર નિફ્ટી 324.50 પોઈન્ટ્સ અથવા 1.36 ટકાના ઘટાડા સાથે 23,559 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર હીરો મોટોકોર્પ, કોટક બેંક, એચડીએફસી લાઈફ, ગ્રાસીમ અને આઇશર મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, BPCL, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝયુમર ટોપ લુઝર્સની યાદીમાં સમાવેશ થાય છે.
ઉપરાંત, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, પાવર, મીડિયાના શેરો 2-3 ટકાના ઘટયા હતા. સાથે તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 2.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો હતો.
ઓપનિંગ માર્કેટ: ભારતીય શેરબજાર ગુરુવારે ઉછાળા સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ 123 પોઈન્ટના વધારા સાથે 77,813 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 40 પોઈન્ટના વધારા સાથે 23,599 પોઈન્ટ પર ખુલ્યો હતો.
આ પણ વાંચો:
- શેરબજારની હકારાત્મક શરુઆત, નિફ્ટી 23,599 પોઈન્ટ પર ખુલ્યો, સેન્સેક્સ, 23 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો