મુંબઈ:બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઈદ-ઉલ-અઝહાના પર્વને લઈને આજે (17 જૂન) બંધ રહેશે. આ સિવાય ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી, SLB અને કરન્સી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ પણ બંધ રહેશે. વ્યાજ દરના ડેરિવેટિવ્ઝ પણ બંધ રહેશે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે, સવારનું સત્ર સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર સાંજે 5 વાગ્યાથી 11.55 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
NSE અને BSE પર ટ્રેડિંગ ક્યારે શરૂ થશે? NSE અને BSE બંને પર ટ્રેડિંગ 18 જૂને ફરી શરૂ થશે.
આ વર્ષે શેરબજારમાં આગામી રજા ક્યારે છે?
ભારતીય શેરબજાર 17મી જુલાઈ (મોહર્રમ)ના રોજ બંધ રહેશે.
2024 માં શેરબજારમાં કઈ કઈ રજાઓ બાકી ?
કેલેન્ડર વર્ષ 2024 માં, BSE એ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ્સ માટે 14 રજાઓ સૂચિબદ્ધ કરી છે. તમે શેરબજારની રજાઓની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો- https://www.bseindia.com/ યાદી મુજબ, મોહર્રમ (17 જુલાઈ), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ), મહાત્મા ગાંધી જયંતિ (2 ઓક્ટોબર), દિવાળી ( 1 નવેમ્બર), ગુરુ નાનક જયંતિ (15 નવેમ્બર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર) માટે બજારો બંધ રહેશે.
શુક્રવારનો કારોબાર: NSE નિફ્ટી ઇન્ડેક્સ 23,490ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો અને 67 પોઇન્ટ અથવા 0.29 ટકાના ઉછાળા સાથે 23,466 પર બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 100 1.05 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 0.76 ટકાના વધારા સાથે મિડ અને સ્મોલ-કેપ શેરો પણ લીલા રંગમાં બંધ થયા છે. ઇન્ડિયા VIX, ભય સૂચકાંક 4.93 ટકા ઘટીને 12.82 થયો હતો.