મુંબઈ: ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેનસેક્સ 149.85 પોઈન્ટના વધારા સાથે 79,105.88 પર બંધ રહ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 4.75 ટકાના વધારા સાથે 24143.75 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિગ સેશન દરમિયાન નીફ્ટી પર ટીસીએસ, એચસીએલટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એમએન્ડએમ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ડિવાઈસ લેબ, હિરો મોટો ક્રોપ, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ડ્રેર્ડી ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
ઉપરાંત સેનસેક્સમાં TCS, HCL ટેક અને ટેક મહિન્દ્રા ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતાં. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
સ્મોલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 0.69 ટકા ઘટ્યા હતા.
ઓપનિંગ બજાર:કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 20 પોઈન્ટના ઉછાળા સાથે 78,976.43 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 24,184.40 પર ખુલ્યો હતો.
- સામાન્ય તેજી સાથે ખુલ્યું શેર માર્કેટઃ Sensex 109 પોઈન્ટ ઉપર ખુલ્યો - Stock Market Update