મુંબઈઃ આજે મંગળવારે બીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. BSEનો સેન્સેક્સ 736 પોઈન્ટના ઘટાડા સાથે 72,012 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 1.10 ટકાના ઘટાડા સાથે 21,813 પર બંધ થયો હતો. આજે વેપાર દરમિયાન તમામ સેક્ટર રેડઝોનમાં ક્લોઝ થયા હતા.
આજના ટ્રેડિંગ દરમિયાન બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, હિન્દાલ્કો ટોપ ગેનર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શક્યા હતા. જ્યારે BPCL, TCS, Cipla, Tata કન્ઝ્યુમરમાં ઘટાડા સાથે વેપાર થયો હતો. હેલ્થકેર, આઈટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, પાવર 1થી 2 ટકાના ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થયા હતા.
કન્ઝ્યુમર, આઈટી અને એનર્જી શેરોમાં નબળાઈને લીધે રોકાણકારોમાં ઉદાસીનતા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ(TCS), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL), L&T, Infosys, HUL, ITC, નેસ્લે ઈન્ડિયા, HCLTech અને Tata Motors જેવા ફ્રન્ટલાઈન શેરોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. 19 માર્ચે શેર માર્કેટના તમામ સેક્ટરમાં વેચવાલીનો વેપાર થયો હતો. ભારતીય ઈક્વિટી ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યો અને નિફ્ટી 21,800 પર પહોંચ્યો હતો. હેલ્થકેર, આઈટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, પાવર 1થી 2 ટકાના ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થયા હતા.
ઓપનિંગ બિઝનેસઃ ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડઝોનમાં ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 351 પોઈન્ટના ઘટાડા સાથે 72,396 પર ખુલ્યો. જ્યારે NSEનો નિફ્ટી 0.50 ટકાના ઘટાડા સાથે 21,945 પર ખુલ્યો હતો. BSEનો સેન્સેક્સ 736 પોઈન્ટના ઘટાડા સાથે 72,012 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 1.10 ટકાના ઘટાડા સાથે 21,813 પર બંધ થયો હતો.
- Stock Market Closing: ઉતાર-ચઢાવ બાદ બજાર લીલા નિશાન પર બંધ, નિફ્ટી 22,000ની આસપાસ, સેન્સેક્સ 195 પોઈન્ટ ઉછળ્યો
- Share Market Update : બજેટની રાહમાં શેરબજારમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ સેન્સેક્સ 71,747.63 પર ખુલ્યો