મુંબઈ :આજે 17 મે, શુક્રવારના રોજ કારોબારી સપ્તાહના અંતે ભારતીય શેરમાર્કેટના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE Sensex 253 પોઈન્ટના ઉછાળા સાથે 73,917 ના મથાળે બંધ થયો હતો. NSE Nifty પણ 62 પોઇન્ટ વધીને 22,466 પર બંધ થયો હતો. બજારમાં ચોતરફી લેવાલી વચ્ચે ઓટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલના સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો હતો.
BSE Sensex : આજે BSE Sensex ગત 73,663 બંધ સામે 48 પોઇન્ટના સુધારા સાથે 73,711 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેજીના વલણ સાથે BSE Sensex 74,070 ડે હાઈ બનાવી તથા 73,459 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. હળવી રિકવરી બાદ સુધારો નોંધાવી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 253 પોઇન્ટ ઉછળીને 73,917 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે 0.34 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 62 પોઈન્ટ વધીને 22,466 ના મથાળે બંધ થયો હતો, જે 0.28 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 12 પોઈન્ટ વધીને 22,415 ના મથાળે સપાટ ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 22,502 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. બાદમાં વેચવાલી નીકળતા 22,345 સુધી ડાઉન ગયો હતો. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 22,403 ના મથાળે બંધ થયો હતો.
સ્ટોકની સ્થિતિ : BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં M&M (5.99%), JSW સ્ટીલ (2.50%), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.83%), કોટક મહિન્દ્રા (1.67%) અને કોટક મહિન્દ્રાનો (1.22%) સમાવેશ થાય છે. જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં TCS (-1.78%), HCL ટેક (-1.26%), HUL (-1.02%), નેસ્લે (-0.78%) અને વિપ્રોનો (-0.74%) સમાવેશ થાય છે.
- શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,300ને પાર - STOCK MARKET
- જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનામાં સર્વોચ્ચ સ્તરે, જીવન જરુરિયાત ચીજવસ્તુઓના ભાવમાં થયો વધારો