ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 181 પોઈન્ટ ઉપર, નિફ્ટી 450ને પાર - stock market closing

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 181 પોઈન્ટના ઉછાળા સાથે 76,992.77 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.29 ટકાના વધારા સાથે 23,465.60 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો..., stock market closing

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 3:52 PM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 181 પોઈન્ટના ઉછાળા સાથે 76,992.77 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.29 ટકાના વધારા સાથે 23,465.60 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ સેશન દરમિયાન, EICHERMOT,અદાનીપોર્ટ્સ, M&M, શ્રીરામફિન અને ટાઈટમ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, ટેક્મો, TCS, વીપ્રો, HCLTECH અને એલટી ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.

BSE મિડકેપ અને સ્મોલકેપમાં 1%નો વધારો નોંધાયો છે. IT સિવાય, અન્ય તમામ ક્ષેત્રોના સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.

  • M&M બીજી સૌથી મૂલ્યવાન ઓટો કંપની બની છે.
  • પેન્ના સિમેન્ટના અધિગ્રહણ બાદ અંબુજા સિમેન્ટમાં 4 ટકાનો વધારો થયો હતો.
  • તમને જણાવી દઈએ કે આજે Investec વેદાંતને હોલ્ડ રેટિંગ આપ્યું છે.
  • જેફ્રીએ HCL ટેક પર હોલ્ડ રેટિંગ જાળવી રાખ્યું છે.

ઓપનિંગ માર્કેટ:ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે 76,860.26 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 23,418.75 પર ખુલ્યો હતો.

  1. ઉછાળા સાથે ખુલ્યા બાદ તરત પટકાયું શેરબજાર, સેન્સેક્સ 202 પોઈન્ટ ગબડ્યો - stock market update

ABOUT THE AUTHOR

...view details