ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર સપાટ બંધ, સેન્સેક્સ 53 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,300ને પાર - Stock Market closing

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 79,996.60 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 24,323.85 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો..., Stock Market closing

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 4:02 PM IST

શેરબજાર સપાટ બંધ
શેરબજાર સપાટ બંધ (Etv Bharat)

મુંબઈઃકારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 79,996.60 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 24,323.85 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન, એલએન્ડટી, એચયુએલ, SBI, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વિપ્રો સેન્સેક્સમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે HDFC બેન્ક, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ, M&M અને ઇન્ડસઈન્ડ બેન્ક ટોપ લુઝર્સની યાદીમાં હતા.

તે જ સમયે, રેલ વિકાસ નિગમ, યસ બેંક, રેમન્ડ, વર્ધમાન ટેક્સટાઈલના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, HDFC બેંક, એસ્ટ્રાઝેનેકા, વેદાંત ફેશન, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. ઓટો, બેંક, આઈટી, રિયલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઈલેક્ટ્રિસિટીમાં ખરીદારી જોવા મળી હતી.

શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ મુખ્ય ખાનગી ધિરાણકર્તા HDFC બેંક હતું. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં લોનમાં ઘટાડો થવાના બેન્કના અહેવાલે બજારનું સેન્ટિમેન્ટ નબળું પાડ્યું છે.

ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 287 પોઈન્ટના ઘટાડા સાથે 79,685.45 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.37 ટકાના ઘટાડા સાથે 24,213.35 પર ખુલ્યો હતો.

  1. FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ - Gujarat ranks second IN FDI INFLOWS
  2. રેડ ઝોનમાં ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 287 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,213ની સપાટી પર - stock market update

ABOUT THE AUTHOR

...view details