નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ આજે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયર ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચ રમશે. ટીમ ઈન્ડિયા સાંજે 7 વાગ્યાથી બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે અને જીત નોંધાવવા ઈચ્છશે અને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલને જન્મદિવસની ભેટ આપશે.
ભારતીય બોલિંગ કોચનો જન્મદિવસ:
ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ મોર્ને મોર્કેલ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટરનો જન્મ 6 ઓક્ટોબર 1984ના રોજ થયો હતો. તેઓ સાઉથ આફ્રિકાના વેરેનિગિંગ શહેરનો રહેવાસી છે. તેમણે દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
Wishing a Happy Birthday to #TeamIndia Bowling Coach, Morne Morkel 🎂👏@mornemorkel65 pic.twitter.com/BJQxRsvzMt
— BCCI (@BCCI) October 6, 2024
મોર્ને મોર્કેલની શાનદાર કારકિર્દી:
મોર્કેલે 2006માં સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને 2007માં ODI અને T20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે 86 ટેસ્ટની 160 ઇનિંગ્સમાં 309 વિકેટ લીધી છે. તેમના નામે 117 ODI મેચોમાં 188 વિકેટ છે. આ સાથે મોર્કેલે 44 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ ઝડપી છે. તેમણે 70 IPL મેચમાં 77 વિકેટ પણ પોતાના નામે કરી છે.
આજે તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે તેઓ ગ્વાલિયરમાં હાજર છે. ભારતીય ટીમ આજની પ્રથમ ટી20 મેચ જીતીને તેમને ભેટ આપવા માંગશે. ભારતીય ચાહકો આ મેચને સ્પોર્ટ્સ 18 પર લાઈવ જોઈ શકે છે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ઉપલબ્ધ હશે.
આ પણ વાંચો: